ડિજીટલ ઈન્ડિયામાં ઓનલાઈન પેમેન્ટની પ્રક્રિયા ખૂબ જ સરળ થઈ ગઇ છે. હવે પર્સ કે વોલેટ લઇને માર્કેટમાં જવાની જરૂર નથી રહેતી બસ મોબાઇલ સાથે હોય એટલે કંઇ પણ ખરીદી શકીએ છીએ જ્યારથી ઓનલાઈન પેમેન્ટની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારથી લોકોમાં કયુ આર કોડ શબ્દ સાંભળવા લાગ્ય છે. જ્યારે આપણે ખરીદી કરીએ ત્યારે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવા માટે કયુઆર કોડ સ્કેન કરીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે કયુઆર કોડ શું છે ?? અને કેવી રીતે કામ કરે છે ??તો ચાલો જાણીએ..

કયુઆર કોડનું પૂર્ણ સ્વરૂપ કવીક રિસ્પોન્સ કોડ છે. કયુઆર એટલે ખૂબ જ ઝડપથી કામ કરતો કોડ. જ એક ચોરસ બોકસ પેટર્ન છે. જેમાં યુઆરએલ અને મોબાઇલ નંબર છૂપાયેલા છે. તે એક પેટર્નના રૂપમાં છે જેથી તેમાં કયુઆર નંબર અને વેબ એડે્રસ છૂપાયેલું છે. તે જોઇને સમજી શકાતું નથી.
1994 માં જાપાની કંપની ડેન્સો વેવએ કયુઆર કોડની શોધ કરી હતી. જેમાં સફેદ બેકગ્રાઉન્ડમાં બ્લેક ચોરસ ડીઝાઈન બનેલી હોય છે. જે કેમેરા જેવા ઈમેજિંગ ઉપકરણો દ્વારા વાંચી શકાય છે. કયુઆર કોડને આડા અવળ ગમે ત્યાંથી રીડ કરી શકાય છે. ડેટાને કાર્યક્ષમ રીતે સંગ્રહિત કરવા કયુઆર કોડ વપરાય છે કયુ આર કોડને સ્કેન કરતી એપ્લીકેશન જીપીએસ અને સેલ ટાવર ત્રિકોણનો ઉપયોગ કરીને ભૌગોલિક માહિતી પ્રાપ્ત કરે છે. મોટાભાગના કોડમાં કાળા અને સફેદ બાર હોય છે જે આ કોડસ માત્ર સોફટવેર દ્વારા જ સમજી શકાય છે. જયારે પણ કંપની કોઇ યુઝરને કોઇ કયુઆર કોડ આપે છે ત્યારે સોફટવેર દ્વારા તેની તમામ માહિતી તે કયુઆર કોડ સાથે લીંક કરી આપે છે. જેના કારણે જયારે કોઇ પણ પેમેન્ટ મોકલવાનું હોય તે તે જ વ્યક્તિના ખાતામાં પહોંચે છે. સામાન્ય રીતે જોતા કયુઆર કોડ સરખા દેખાય છે પરંતુ તેની પેટર્ન અન્ય કયુઆર કોડથી અલગ છે.