ગરમી શરૂ થઈ ગઇ છે અને વેકેશનનો માહોલ પણ છે ત્યારે લોકો રાત્રે લટાર મારવા નિકળે છે અને ગરમીથી છૂટકારો મેળવવા માટે કોલ્ડ્રીંકસ પણ પીતા જોવા મળે છે. ત્યારે ઘણાને તો દરરોજ કોલ્ડ્રીંકસ પીવાની આદત પડી જાય છે ત્યારે શું તમે પણ દરરોજ કોલ્ડ્રીંકસ પીવો છો…? તો આ આર્ટીકલ તમારા માટે છે.

ડાયટીશીયન પ્રિયંકા બાંદલ કહે છે કે જો તમે રોજ કોલ્ડ્રીંકસ પીવો છો તો તમારા દાંત સડી શકે છે. તેમાં ફોસ્ફરીક એસિડ અને કાર્બનિક એસિડ હોય છે. જે લાંબા સમય સુધી દાંતોના સંપર્કમાં રહે તો તેનાથી દાંતોનો બહારનો પડ ખરાબ થઈ શકે છે. આ ઉપરાંત કોલ્ડ્રીંકસમાં ખૂબ પ્રમાણમાં સુગર હોય છે. જે એસિડ સાથે મળતા મોઢામાં બેકટેરીયા જન્માનવે છે. જેનાથી દાંત સડવા લાગે છે. આ ઉપરાંત વધુ પડતા સુગરના કારણે લોહીમાં સુગરની માત્રા પણ વધી શકે છે. આ ઉપરાંત કોલ્ડ્રીંકસમાં કેલરી પર ખૂબ જોવા મળે છે. જેમ કે 250 એમએલ કોલ્ડ્રીંકસમાં લગભગ 100 કેલેરી જોવા મળે છે. તેમજ કોલ્ડ્રીંકસમાં ફાયબર નથી હોતું જેથી તે પીધા પછી તમને ફરીથી તરસ લાગે છે. પરિણામે કેલરી અને સુગર વધતા વજન પણ વધે છે. અને જેનાથી પેટમાં વધુ એસીડ પણ બને છે અને પેટમાં બળતરા, છાતીમાં બળતરા, ખાટા ઓડકારો વગેરે જેવી સમસ્યા સર્જાય છે.ત્યારે દરરોજ કોલ્ડ્રીંકસ પીવાની આદત પડવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
ગરમીમાં ઠંડી પ્રધાન માટે કોલ્ડ્રીંકસ કરતા નારીયેલ પાણી, લીંબુ પાણી કે ફ્રુટ જયુસ પી શકો છો. આમ સારી આદત આપણને સારું સ્વાસ્થ્ય પ્રદાન કરે છે.
(અસ્વીકરણ: સલાહ સહિતની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)