Friday, July 24, 2026
Homeવિડિઓગલા ગામની સગર્ભાએ શું કામ 108 એમ્બ્યુલન્સ ટીમનો આભાર માન્યો ? -...

ગલા ગામની સગર્ભાએ શું કામ 108 એમ્બ્યુલન્સ ટીમનો આભાર માન્યો ? – VIDEO

લાલપુર તાલુકાના ગલા ગામના વાડી વિસ્તારમાં સગર્ભા યુવતીને પ્રસૂતિની પીડા થવાથી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરાતા 108ની ટીમ વાડી વિસ્તારમાં ગઇ હતી. પરંતુ યુવતીના ઘર સુધી પહોંચે તેવી સ્થિતિ ન હોવાથી યુવતીને ખાટલામાં એમ્બ્યુલન્સ સુધી લઇ જાય તે પહેલાં જ રસ્તામાં સફળ ડિલેવરી કરવામાં આવી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ હાલારમાં ચોવીસ કલાકથી વરસાદી માહોલ વચ્ચે જામનગર જિલ્લામાં સામાન્ય ઝાપટાથી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વરસાદી માહોલમાં ગ્રામ્ય વિસ્તારના કાચા રસ્તાઓમાં વાહન જવા મુશ્કેલ બની જાય છે. આવા કપરા સમયમાં પણ જામનગરની 108 ઇમરજન્સ એમ્બ્યુલન્સ ટીમે કાબીલેદાદ કામગીરી બજાવી હતી. જેમાં લાલપુર તાલુકાના ગલા ગામના વાડી વિસ્તારમાં રહેતાં રાધાબેન સુરેશભાઇ વાજેલિયા (ઉ.વ.21) નામની સગર્ભા પરિણીતાને પ્રસૂતિની પીડા થવાથી પરિવાર દ્વારા 108 ઇમરન્જસી એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. આથી લાલપુરની જીજે18 જીસી 0160 નંબરની એમ્બ્યુલન્સના પાઇલોટ ધવલભાઇ કણઝારિયા અને ઇએમટી સુરક્ષાબા ઝાલાની ટીમ લોકેશન પર પહોંચવા નીકળી ગઇ હતી.

- Advertisement -

ત્યારબાદ 108 એમ્બ્યુલન્સની ટીમ વાડી વિસ્તારમાં ગયા બાદ કાચો રસ્તો અને પાણી ભરાયેલું હોવાથી યુવતીના ઘર સુધી પહોંચે તેવી સ્થિતિ ન હોવાથી 108ની ટીમે પરિસ્થિતિની ગંભીરતા સમજીને ટીમ ચાલીને સગર્ભાના ઘરે પહોંચી ત્યાંથી સગર્ભાને ખાટલામાં લઇને બહાર આવી હતી. તેમજ ટીમે એમ્બ્યુલન્સ સુધી લઇ આવી પરિસ્થિતિ જોઇને ત્યાં સ્થળ પર જ યુવતીની સફળ પ્રસૂતિ કરાવી હતી. કપરી પરિસ્થિતિમાં ત્વરિત નિર્ણયશક્તિના આધારે સગર્ભા યુવતીની સફળ ડિલેવરી કરવા માટે યુવતી તથા તેના પરિવારજનો દ્વારા 108ની સરાહનીય કામગીરી સબબ આભાર વ્યક્ત કરાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular