Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરચિતપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર વિરૂધ્ધ ફરિયાદ નોંધવા માગ - VIDEO

ચિતપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર વિરૂધ્ધ ફરિયાદ નોંધવા માગ – VIDEO

- Advertisement -

કર્ણાટકના ચિતપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર દ્વારા જાહેર સભામાં કોંગ્રેસ પ્રમુખ અને તેમના પત્નિ અને પરિવારને મારી નાખવાની ધમકીઓ ઉચ્ચારી હોય, જેના વિરોધમાં જામનગર કોંગ્રેસ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી ચિતપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર વિરુધ્ધ ફરિયાદ નોંધવા માગણી કરવામાં આવી હતી.

- Advertisement -

જેમાં જણાવ્યું છે કે, કર્ણાટક વિધાનસધાની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કર્ણાટક રાજ્યના ચિતપુર વિધાનસભાના ભાજપાના ઉમેદવાર મણીકાંત રાઠોડ દ્વારા જાહેર સભામાં અને જાહેર નિવેદનથી અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે અને તેમના પત્નિ તથા પરિવારને મારી નાખવાની ધમકીઓ ઉચ્ચારી છે. આ નિવેદનમાં પોતાની જાતને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કર્ણાટક રાજ્યના ભાજપાના અન્ય આગેવાન બસવરાજ બોમ્મઇના ચહિતા અને બ્લુઆઇ બોય તરીકે ઓળખાણ આપે છે. આથી તેમના આ બેજવાબદારી ભર્યા નિવેદનો અને ધમકીની વિરુધ્ધમાં ફરિયાદ નોંધવા માગણી કરવામાં આવી છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ધવલ નંદા, કોર્પોરેટર અલ્તાફ ખફી, રચનાબેન નંદાણિયા, જેનબબેન ખફી, નુરમામદ પલેજા, આનંદ ગોહિલ ઉપરાંત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઇ કુંભરવડીયા, સાજીદ બ્લોચ, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સહારાબેન મકવાણા સહીતના અગ્રણીઓએ આવેદનપત્ર પાઠવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular