Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરવર્ષ 2015 ની મહાનગરપાલિકાની ચૂંટણીના વિજેતાના મતો

વર્ષ 2015 ની મહાનગરપાલિકાની ચૂંટણીના વિજેતાના મતો

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન તા.21 ફેબ્રુઆરીના મહાનગરપાલિકામાં સત્તા મેળવવા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આ વખતે મુખ્ય રાજકીય પક્ષો ભાજપા, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી, એનસીપી, બીએસપી સહિતના પક્ષો મેદાનમાં ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટી છેલ્લાં 25 વર્ષથી જામનગરમાં શાસન ઉપર છે. ત્યારે ભાજપા તેમના શાસનની પરંપરા જાળવવા તથા વર્ષોથી જામ્યુકોમાં સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ સત્તા હાંસલ કરવા મેદાને ઉતરી છે. જામનગર મહાનગરપાલિકાની ગત ટર્મની વાત કરીએ તો ગત ટર્મ (2015-2020) માં ભારતીય જનતા પાર્ટીએ 16 વોર્ડની 64 બેઠકોમાંથી 38 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો હતો. જ્યારે કોંગ્રેસ 24 બેઠકો પર વિજય મેળવ્યો હતો. ગત ટર્મ (વર્ષ 2015-2020) ના જામનગર મહાનગરપાલિકાના પરિણામો ઉપર એક નજર કરીએ…

- Advertisement -

વોર્ડ નં.1
વર્ષ 2015 માં યોજાયેલી ચૂંટણીમાં વોર્ડ નં.1 માં કોંગ્રેસની પેનલ વિજેતા બની હતી. આ વોર્ડમાં ભાજપા, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. જેમાં કુલ મતદાન પૈકી 263 મત નોટામાં પડયા હતાં. જ્યારે કોંગ્રેસના ઉમર ઓસમાણ ચમડિયાને 9826, કાસમ નૂરામામદ ખફી 9622, જુબેદાબેન એલિયાસભાઈ નોતિયાર 9129, હુશેના અનવર સંઘારને 7040 મત મળતા વિજેતા જાહેર થયા હતાં. આમ ચારેય બેઠકો ઉપર પંજો ફરી વળ્યો હતો.

વોર્ડ નં.2
વોર્ડ નં.2 માં વર્ષ 2015 ની ચૂંટણીમાં ભાજપાના 3 ઉમેદવાર તથા કોંગ્રેસના એક ઉમેદવાર વિજેતા થયા હતાં. આ વોર્ડમાં ભાજપા, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, ન.ભા.નિ. મંચ તેમજ અપક્ષ ઉમેદવાર સહિત 16 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. જેમાં ભાજપાના ચેતનાબેન વિજયભાઈ પુરોહિત 4757, જનકબા ખોડુભા જાડેજા 4590, વિજયસિંહ દોલતસિંહ જેઠવા 5163 તથા કોંગ્રેસના જયેન્દ્રસિંહ મહિપતસિંહ ઝાલા (હકાભાઈ) 5393 મત મેળવી વિજેતા જાહેર થયા હતાં. આમ 3 બેઠકો ઉપર ભાજપાએ જ્યારે એક બેઠક કોંગ્રેસે મેળવી હતી.

- Advertisement -

વોર્ડ નં.3
વોર્ડ નં.3 માં ભારતીય જનતા પાર્ટીની પેનલે જંગી બહુમતિથી વિજય મેળવ્યો હતો. આ વોર્ડમાં ભાજપા, કોંગ્રેસ ઉપરાંત એસવીપીપી પાર્ટી પણ મેદાનમાં ઉતરી હતી. ભાજપાના સુભાષભાઈ ગીરજાશંકર જોશી 5329, દિનેશભાઈ નારણભાઈ પટેલ 4770, અલ્કાબા વિક્રમસિંહ જાડેજા 5620, ઉષાબેન કુમનદાસ કંટારિયા 5464 મત મેળવી વિજેતા થયા હતાં. જ્યારે કુલ મતદાન પૈકી 192 મત નોટામાં પડયા હતાં.

વોર્ડ નં.4
વોર્ડ નં.4 માં કોંગ્રેસે 3 બેઠકો પર જ્યારે ભાજપાએ 1 બેઠક ઉપર વિજય મેળવ્યો હતો. આ વોર્ડમાં ભાજપા કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપાના કેશુભાઇ મેરૂભાઈ માડમે 7042 તથા કોંગ્રેસના આનંદભઈ નાથાભાઈ ગોહિલ 6686, જયરાજસિંહ અનોપસિંહ જાડેજા 6033, રચનાબેન સંજયભાઈ નંદાણિયા 5663 મત મેળવી વિજેતા થયા હતાં. કુલ વોટના 198 વોટ નોટામાં પડયા હતાં.

- Advertisement -

વોર્ડ નં.5
વોર્ડ નં.5 માં ભારતીય જનતા પાર્ટીની પેનલે જંગી બંગીમતિથી વિજય મેળવ્યો હતો. આ વોર્ડમાં ભાજપા તથા કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાયો હતો. જેમાં ભાજપાના કરશનભાઈ પરબતભાઇ કરમુર 7623, ડિમ્પલબેન જગતભાઈ રાવલ 7071, ધર્મરાજસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા 6546, બિનાબેન અશોકભાઈ કોઠારી 6506 મત મેળવી વિજેતા થયા હતાં. કુલ વોટના 262 વોટ નોટામાં પડયા હતાં.

વોર્ડ નં.6
વોર્ડ નં.6 મા પણ ભાજપાએ સંપૂર્ણ પેનલ સાથે જ્વલંત વિજય હાંસલ કર્યો હતો. આ વોર્ડમાં ભાજપા-કોંગ્રેસ તથા અપક્ષ ઉમેદવારો અને બીએસપી વચ્ચે જંગ ખેલાયો હતો. જેમાં ભાજપાના આલાભાઈ કાંધાભાઈ ભારાઈ 4499, કમલાસિંહ સત્યસિંહ રાજપૂત 4618, જાંજીબેન ભાયાભાઈ ડેર 4204 તથા રમાબેન બાબુભાઈ ચાવડા 3881 મત મેળવી વિજેતા જાહેર થયા હતાં.

વોર્ડ નં.7
વોર્ડ નં.7 માં ગત ટર્મમાં ભાજપાની સાથે એસવીપીપી પાર્ટી એ પણ સીટ મેળવી હતી. આ વોર્ડમાં ભાજપા તથા એસવીપીપી અને બીએસપીના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજાયો હતો. કુલ વોટના 181 વોટ નોટામાં પડયા હતાં. આ વોર્ડમાં ભાજપાના અરવિંદભાઈ વલ્લભભાઈ સભાયા 7535, મેરામણભાઈ ભીમશીભાઇ ભાટુ 7204 તેમજ એસવીપીપીના મીતલબેન મહેશભાઈ ફળદુ 6918 તથા મેઘનાબેન ભાવેશભાઇ ઠુમ્મર 6524 મત મેળવી વિજેતા જાહેર થયા હતાં.

વોર્ડ નં.8
વોર્ડ નં.8 માં ગત ટર્મમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપા તથા એસવીપીપી, બીએસપી અને અપક્ષ ઉમેદવારો મળી 19 ઉમેદવારોએ ચૂંટણીની જંગમાં ઝંપલાવ્યું હતું. આ વોર્ડમાં કુલ મતોના 169 મત નોટામાં પડયા હતાં. વોર્ડમાં ભાજપાના દિવ્યેશ રણછોડભાઈ અકબરી 7830, પ્રફુલ્લાબેન સંજયભાઈ જાની 6988, મેઘનાબેન લક્ષ્મીચંદ હરિયા 6718, યોગેશ વિરજીભાઈ કણઝારિયા 6225 મત મેળવી વિજેતા થયા હતાં.

વોર્ડ નં.9
વોર્ડ નં.9 માં ભાજપા-કોંગ્રેસ તથા સમાજવાદી પાર્ટી અને અપક્ષ મળી કુલ 11 ઉમેદવારો મેદાનમાં હતાં. જેમાં ભાજપાના કુસુમબેન હરિહરભાઇ પંડયા 6430, પ્રવિણભાઈ હમીરભાઈ માડમ 6757, ભરતભાઈ રમણિકભાઈ મહેતા 6418, રીટાબેન મહેશભાઇ ઝીંઝુવાડિયા 5560 મત મેળવી વિજેતા થયા હતાં. આ વોર્ડમાં કુલ વોટના 208 મત નોટામાં પડયા હતાં.

વોર્ડ નં.10
વોર્ડ નં.10 માં ભાજપા-કોંગ્રેસ ઉપરાંત સમાજવાદી પાર્ટી અને જનતાદળ (યુનાઈટેડ) ના કુલ 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણીજંગ યોજાયો હતો. જેમાં ભાજપાની પેનલે જંગી બહુમતિથી વિજય મેળવ્યો હતો. ભાજપાના ક્રિષ્નાબેન કમલેશભાઇ સોઢા 8577, નટુભાઈ કાનજીભાઈ રાઠોડ 8112, હસમુખભાઈ બાબુભાઈ જેઠવા 8174, હંસાબેન કાનજીભાઈ પીપળિયા 7106 મત મેળવી વિજેતા થયા હતાં. આ વોર્ડમાં 8577 મત મેળવનાર ક્રિષ્નાબેન સોઢા ભાજપામાંથી સૌથી વધુ મત મેળવનાર ઉમેદવાર હતાં. ભાજપાએ મેળવેલ 38 બેઠકોમાં સૌથી વધુ મતો ક્રિષ્નાબેન સોઢાએ મેળવ્યા હતાં.

વોર્ડ નં.11
વોર્ડ નં.11 માં ગત કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની પેનલે વિજય મેળવ્યો હતો. આ વોર્ડમાં ભાજપા-કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. કોંગ્રેસના જશરાજ દામજીભાઈ પરમાર 9314, જેતુનબેન અબ્દુલ કરીમ રાઠોડ 7760, પ્રફુલ્લાબા ધર્મેન્દ્રસિંહ જાડેજા 7977, ભનજી નાનજીભાઈ ખાણધર 7467 મત મેળવી સમગ્ર કોંગ્રેસની પેનલને વિજય અપાવ્યો હતો. કુલ મતોના 200 મત નોટામાં પડયા હતાં.

વોર્ડ નં.12
કોંગ્રેસનો ગઢ માનવામાં આવતા વોર્ડ નં.12 માં કોંગ્રેસની પેનલે જંગી મતો સાથે બહુમતિ મેળવી વિજય મેળવ્યો હતો. આ વોર્ડમાં ભાજપા-કોંગ્રેસ ઉપરાંત પાંચ અપક્ષ ઉમેદવારો મેદાનમાં હતાં. કોંગ્રેસના અલ્તાફ ગફારભાઈ ખફી 13542, અસલમભાઈ કરીમભાઇ ખીલજી 13862, વકીલ જેનબ ઈબ્રાહિમ ખફી 11701, ફેમીદાબેન રીઝવાન જુણેજા 9763 મત મેળવી વિજય પ્રાપ્ત કર્યો હતો. કુલ વોટના 188 વોટ નોટામાં પડયા હતાં.

વોર્ડ નં.13
વોર્ડ નં.13 મા ભાજપાએ પેનલ સાથે વિજય મેળવ્યો હતો. ભાજપાના કેતનભાઇ જેન્તીભાઈ નાખવા 8358, જયશ્રી પ્રતાપરાય નંદાણી 5286, મનિષ મનસુખભાઇ કનખરા 7504, રેખાબેન હરીશભાઈ ચૌહાણ 4583 મત મેળવી વિજેતા થયા હતાં. આ વોર્ડમાં ભાજપા-કોંગ્રેસ ઉપરાંત બહુજન સમાજ પાર્ટી, નવીન ભારત નિ. મંચ તથા અપક્ષ ઉમેદવારો મળી 15 ઉમેદવારો જંગમાં હતાં. કુલ વોટના 161 વોટ નોટામાં પડયા હતાં.

વોર્ડ નં.14
વોર્ડ નં.14 માં ભાજપા-કોંગ્રેસ અને ચાર અપક્ષ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં ભારતીય જનતા પાર્ટીની પેનલે જંગી બહુમતિથી વિજય પ્રાપ્ત કર્યો હતો. આ વોર્ડમાં ભાજપાના દિનેશભાઈ કરમશીભાઇ ગજરા 7911, પ્રતિભાબેન પ્રકાશભાઈ કનખરા 6707, મનિષભાઈ પરષોતમભાઈ કટારિયા 7183, લીલાબેન દિનેશભાઈ ભદ્રા 5888 મત મેળવી વિજેતા થયા હતાં. કુલ વોટના 145 મત નોટામાં પડયા હતાં.

વોર્ડ નં.15
ગત ટર્મમાં વોર્ડ નં.15 માં સૌથી વધુ ઉમેદવારો ચૂંટણીજંગમાં હતાં. જેમાં ભાજપા-કોંગ્રેસ-બસપા તેમજ અપક્ષ ઉમેદવાર મળી કુલ 22 ઉમેદવારો મેદાનમાં હતાં. આ વોર્ડમાં 10 ઉમેદવારોએ અપક્ષ દાવેદારી નોંધાવી હતી. આ વોર્ડમાં કોંગ્રેસની પેનલે વિજય મેળવ્યો હતો. જેમાં આનંદભાઈ રામજીભાઈ રાઠોડ 5581, દેવશીભાઈ ભીખાભાઈ બડિયાવદરા 5611, મરિયમબેન કાસમભાઈ સુમરા 5436, શિતલબેન અજયભાઈ વાઘેલા 3907 મત મેળવી વિજેતા થયા હતાં. કુલ વોટના 165 વોટ નોટામાં પડયા હતાં.

વોર્ડ નં.16
આ વોર્ડમાં ભાજપા-કોંગ્રેસ, બીએસપી અને અપક્ષ મળી 11 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જેમાં કોંગ્રેસના ચારેય ઉમેદવારોનો વિજય થયો હતો. અતુલ વિઠ્ઠલભાઈ ભંડેરી 7361, નીતાબેન હસમુખભાઇ પરમાર 5699, યુસુફ આમદભાઈ ખફી 5779, સરલાબેન જેન્તીભાઈ ગંગાએ 5700 મત મેળવી વિજેતા થયા હતાં.

આમ, 2015 ની ચૂંટણીમાં 16 વોર્ડની 64 બેઠકોમાં 213 ઉમેદવારો વચ્ચે ચૂંટણીજંગ ખેલાયો હતો. જેમાં ભાજપાના ફાળે 38, કોંગ્રેસને 24 જ્યારે એસવીપીપીના ફાળે 2 બેઠકો ગઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular