Friday, April 19, 2024
Homeરાષ્ટ્રીયભારત-ચીન વચ્ચેના વિવાદને લઇને રાજનાથસિંહનું સૌથી મોટું નિવેદન

ભારત-ચીન વચ્ચેના વિવાદને લઇને રાજનાથસિંહનું સૌથી મોટું નિવેદન

- Advertisement -

રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે ચીન સાથેના સરહદ વિવાદ અંગે સંસદમાં નિવેદન આપી રહ્યા છે, જણાવી દઈએ કે 9 મહિનાના તણાવ બાદ ભારત અને ચીનની સેના સીમા પર પીછેહઠ કરી રહી છે. લદાખમાં ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી સતત તણાવ ચાલી રહ્યો છે. આ તણાવને દૂર કરવા બંને દેશોએ અનેક સ્તરે વાટાઘાટો પણ કરી છે. દરમિયાન, ચીની મીડિયા ગ્લોબલ ટાઇમ્સે દાવો કર્યો છે કે બંને દેશો પેંગોંગ તળાવની ઉત્તરી અને દક્ષિણ બાજુઓથી પોતાની સેનાને પાછળ હટાવી રહ્યા છે.  થોડા દિવસ પહેલાં એવી માહિતી સામે આવી હતી કે, પેંગોંગ ઝીલ પાસે બંને દેશની સેનાઓએ તેમના સૈનિકો પરત બોલાવાની શરૂઆત કરી દીધી છે. પેંગોંગની નોર્થ અને સાઉથ બેન્કો વિશે બંને દેશો વિશે સમજૂતી થઈ છે કે સેના પાછળ હટશે. ચીન પેંગોંગ ફિંગર 8 પછી જ તેમની સેના રાખશે.

- Advertisement -

જાન્યુઆરીની શરૂઆતમાં, લગભગ અઢી મહિનાના અંતર પછી બંને પક્ષો સંમત થયા હતા કે વાતચીત હકારાત્મક, વ્યવહારુ અને રચનાત્મક છે જે પરસ્પર વિશ્વાસને વધુ વધારશે. આ સિવાય બંને પક્ષે આગળના વિસ્તારોમાંથી ઝડપથી સૈનિકો પરત ખેંચવાની સંમતિ આપી હતી. રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, ચીન દ્રારા ગયા વર્ષે મોટી સંખ્યામાં દારૂગોળા ભેગા કર્યા છે. અમારી સેનાએ ચીન વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરી છે. સપ્ટેમ્બરથી બંને પક્ષો એક બીજા સાથે વાતચીત કરી રહ્યા છે. LAC પર યોગ્ય સ્થિતિ જાળવી રાખવી જ અમારું લક્ષ્ય છે. ભારતે ચીનની બોર્ડરની સ્થિતિના કારણે બંને દેશોના સંબંધો પર અસર થવાની વાત કરી છે. હજુ પણ પૂર્વ લદ્દાખના વિવિધ પર્વતીય વિસ્તારોમાં હજી પણ ભારતીય સેનાના 50,000 જવાનો તૈનાત છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular