Thursday, March 28, 2024
Homeરાષ્ટ્રીયશિરડી મંદિરમાં CISF સુરક્ષા સામે ગ્રામજનો નારાજ

શિરડી મંદિરમાં CISF સુરક્ષા સામે ગ્રામજનો નારાજ

- Advertisement -

શિરડીમાં સાંઇ બાબા મંદિરની સુરક્ષા માટે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ ના જવાનો તહેનાત કરવાના મહારાષ્ટ્રની શિંદે સરકારના નિર્ણયના વિરોધમાં પહેલી મેથી શિરડી શહેર અનિશ્ચિત સમય સુધી બંધ રહેશે. મંદિરનું વહીવટીતંત્ર માને છે કે મંદિરની સુરક્ષા સીઆઇએસએફના હાથમાં આવશે તો ભક્તો મુશ્કેલીમાં મુકાઈ જશે.

- Advertisement -

મંદિર પ્રશાસન અને સ્થાનિક લોકોએ બુધવારે એક બેઠક યોજી હતી અને પહેલી મેથી શહેરને અનિશ્ચિત સમય માટે બંધ રાખવાની જાહેરાત કરી હતી. મંદિર વહીવટીતંત્રે જણાવ્યું હતું કે મંદિરની સુરક્ષામાંથી સીઆઇએસએફને દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ હડતાળ પાડશે. તમને જણાવી દઈએ કે 2018માં સીઆઇએસએફએ શિરડી એરપોર્ટની સુરક્ષા પણ પોતાના હાથમાં લીધી હતી.

શિરડી મહારાષ્ટ્રના અહમદનગરમાં આવેલું એક નાનું શહેર છે, જ્યાં સાંઈ બાબાનું પ્રખ્યાત મંદિર છે. તેનું સંપૂર્ણ સંચાલન સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. મંદિરની સુરક્ષા માટે સરકારે સીઆઇએસએફ તૈનાત કરી છે. આ તૈનાતી મેટ્રો સ્ટેશન, એરપોર્ટ અને મંદિરની આસપાસ સુરક્ષા વધારવા માટે કરવામાં આવી છે. આવી સ્થિતિમાં મંદિર પ્રશાસન અને ગામલોકો સીઆઇએસએફની તૈનાતીથી ખુશ નથી. જો કે, મંદિરના પૂજારીએ જણાવ્યું કે સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટને હડતાળ સાથે કોઈ લેવાદેવા નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular