Sunday, October 18, 2026
Homeરાજ્યજામનગરએક તાલ, એક લય, એક સ્વરથી જામનગરમાં ગુંજી ઉઠ્યું 'વન્દે માતરમ' -...

એક તાલ, એક લય, એક સ્વરથી જામનગરમાં ગુંજી ઉઠ્યું ‘વન્દે માતરમ’ – VIDEO

- Advertisement -

“વંદે માતરમ” રચનાના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે જામનગરની શાળા નં. 18 ખાતે ભવ્ય સમૂહગાન કાર્યક્રમ યોજાયો…

- Advertisement -

વિદ્યા ભારતી ન્યુ દિલ્હી નિર્દેશિત ‘નમામિ ભારતમ’ અને ‘શિક્ષણમંદિર’ના સંયુક્ત ઉપક્રમે દેશભક્તિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી…

રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ”ની રચનાને 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક પ્રસંગે દેશભરમાં ચાલતા સમૂહગાન અભિયાન અંતર્ગત જામનગરમાં એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યા ભારતી અખિલ શિક્ષા સંસ્થાન, ન્યુ દિલ્હી નિર્દેશિત ‘નમામિ ભારતમ’ કાર્યક્રમ હેઠળ ‘શિક્ષણમંદિર’ તેમજ શાળા નં. 18, જામનગરના સંયુક્ત ઉપક્રમે શાળા પરિસરમાં દેશભક્તિના વાતાવરણ વચ્ચે સમૂહગાન કાર્યક્રમનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને મહાનુભાવોએ એકસાથે “વંદે માતરમ”નું ગાન કરી રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રીય એકતાની અનોખી મિશાલ રજૂ કરી હતી.

રાજકોટ નાગરિક સહકારી બેંકના ડાયરેક્ટર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ અને શહેર ભાજપના પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચાએ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી “વંદે માતરમ”ના ઐતિહાસિક મહત્ત્વ અને દેશના સ્વતંત્રતા સંગ્રામમાં તેના સ્થાન અંગે પ્રેરણાદાયી પ્રસંગોચિત પ્રવચન આપ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે શાળા નં. 18ના મુખ્ય શિક્ષક દીપક પાગડાએ તમામ અતિથિઓનું શાબ્દિક સ્વાગત કરી પરિચય આપ્યો હતો. શાળાના વ્યવસ્થાપક રામગોપાલ મિશ્રાએ કાર્યક્રમની રૂપરેખા સ્પષ્ટ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન રંજનબેન દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમના અંતે વિપુલાબેન વિરાણીએ આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે શ્રી સોનલ માતાજી શૈક્ષણિક એન્ડ સામાજિક ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દેવીદાનભાઈ ગઢવી, શિક્ષણમંદિર ગુજરાત પ્રાંતના ઉપપ્રમુખ વિપુલાબેન વિરાણી, વોર્ડ નં. 14ના કોર્પોરેટર મનીષભાઈ કટારિયા, સુરેશભાઈ કટારમલ, શર્મિલાબેન નંદા, લાયન્સ ક્લબ સનરાઈઝના પ્રમુખ ઓમપ્રકાશભાઈ દુદાણી, ગણપતભાઈ લાહોટી, SMC અધ્યક્ષ શોભનાબા જાડેજા, સામાજિક અગ્રણી હરદેવસિંહ જાડેજા તથા લોક કલ્યાણ કેન્દ્ર જામનગરની ટીમ વિશેષ ઉપસ્થિત રહી હતી. આ ઉપરાંત SMCના સભ્યો, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને ગૌરવ જાળવી રાખવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમ શાળા નં. 18, જામનગરના મુખ્ય શિક્ષક દીપકભાઈ પાગડાની યાદીમાં જણાવ્યું છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular