જામનગર શહેરના હર્ષદમીલની ચાલી પાસેના આવાસમાં રહેતા યુવાનને દારૂ પીવાનું વ્યસ્ન હોય માનસીક બીમારીની સારવાર દરમિયાન દવા ખાતો ન હોય તે દરમિયાન છતના હુકમાં ઓછાડ વડે ગળેટુંપો ખાઇ આત્મહત્યા કરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના હર્ષદમીલની ચાલી પાસે આવેલા ડો. એપીજી અબ્દુલ કલામ આવાસમાં બી-501માં રહેતા સાગર રામજીભાઇ માંગલીયા (ઉ.વ.26) નામના યુવાનને સાતેક વર્ષથી દારૂ પીવાનું વ્યસન હતું અને પાંચ વર્ષથી માનસીક બિમારી થઇ હતી જેની દવા લીધેલી હતી. પરંતુ દવા ખાતો ન હતો દરમિયાન ગઇકાલે સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં તેના ઘરે હોલની છતની હુકમાં ઓછાડ વડે મોઢામાં પ્લાસ્ટીકની કોથળી બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે મૃતકના ભાઇ શૈલેષ દ્વારા જાણ કરવામાં આવતા એએસઆઇ આર.એ. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.


