Wednesday, September 11, 2024
Homeરાજ્યજામનગરઉત્તરાખંડની હરેલા યાત્રા પહોંચી જામનગર... - VIDEO

ઉત્તરાખંડની હરેલા યાત્રા પહોંચી જામનગર… – VIDEO

બાલા હનુમાન મંદિરે યાત્રાનું આગમન થતા પૂજા કરાઇ

- Advertisement -

- Advertisement -

ઉત્તરાખંડની સાંસ્કૃતિક ધરોહર એવા હરેલા પર્વને રાષ્ટ્રીય પર્વ ઘોષિત કરવાની માંગણી સાથે તૃતિય કેદારરૂપ તુંગનાથ મંદિર રૂદ્રપ્રયાગ થી હરેલા યાત્રાનો પ્રારંભ થયો છે. 10 ઓગસ્ટથી પ્રારંભ થયેલી આ યાત્રા આજે જામનગર આવી પહોંચી હતી. રૂદ્રાક્ષના નાનકડા વૃક્ષ સાથેની આ યાત્રા જામનગરના વિશ્ર્વ વિખ્યાત બાલા હનુમાજી મંદિરે પહોંચી હતી. બાલા હનુમાન મંદિરના ટ્રસ્ટીઓ સહિતના દ્વારા આ યાત્રાનું સ્વાગત કરી પૂજન અર્ચન કરાયું હતું.આ તકે ઉત્તરાખંડ રૂદ્રપ્રયાગથી તૃતિય કેદાર થી તુંગનાથ મહાદેવ મઠ પ્રતિનિધિ અને મકુમઠના મુખ્ય પૂજારી અભિષેક મેઠવાણી, આંતરરાષ્ટ્રીય હિન્દુસભા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિશાલભાઈ ત્યાગી, બાલા હનુમાન સંકિર્તન મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ, ટ્રસ્ટીઓ કિરીટભાઈ ભદ્રા, પાર્થભાઇ પંડયા, લંડનથી પધારેલ પ્રદિપભાઈ ધામેચા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને રૂદ્રાક્ષના વૃક્ષનું પૂજન કર્યુ હતું. આ યાત્રા રૂદ્ર પ્રયાગથી શરૂ થઈ છે અને વિવિધ શહેરોમાં થઈ ગુજરાતના સોમનાથ મહાદેવ મંદિરે પૂર્ણ થશે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular