Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગરમાં અંડર-14 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

Video : જામનગરમાં અંડર-14 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

- Advertisement -

જામનગર અજીતસિંહ ક્રિકેટ બંગલા ખાતે બીસીસીઆઇ પ્રાયોજિત તથા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજિત અંડર-14 બોયસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો. જેમાં રવિવારે જામનગર ખાતે જામનગર ડિસ્ટ્રીકટ અને કચ્છ રુરલ (ગાંધીધામ)ની ટીમ વચ્ચે પ્રથમ મેચ રમાયો હતો.

- Advertisement -

જેમાં કોર્પોરેટર સુભાષભાઇ જોશીના હસ્તે ટોસ ઉછાણી મેચનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે અમ્પાયર તેમજ જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસો.ના મહેન્દ્રસિંહ ચૌહાણ, વિજયભાઇ બાબરીયા, ભરતભાઇ મથર વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. બે દિવસ ચાલનારા આ 70 ઓવરના મેચમાં ખેલાડીઓ પોતાનું કૌવત દેખાડી રહ્યાં છે. મેચમાં એમ્પાયર તરીકે જય શુકલા તથા શૈલેષભાઇ વાઘેલા સેવા આપી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular