Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ચકચારી ફાયરીંગ પ્રકરણના આરોપીઓ રિમાન્ડ પર

જામનગરના ચકચારી ફાયરીંગ પ્રકરણના આરોપીઓ રિમાન્ડ પર

- Advertisement -

જામનગરના રણજીતસાગર રોડ પરના ઈવા પાર્કમાં ચાર દિવસ પૂર્વે સવારના સમયે બિલ્ડર ઉપર બે બાઈક પર આવેલા ચાર શખ્સોએ ફાયરિંગ કરી હત્યા નિપજાવવાના પ્રયાસની ઘટનામાં છ શખ્સોની ધરપકડ કરી અદાલતમાં રજૂ કરતા 10 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા હતાં.

- Advertisement -

આ ચકચારી ફાયરીંગ પ્રકરણની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલા ઇવા પાર્કમાં નવા બાંધકામ કરાવી રહેલા બિલ્ડર જયસુખ ઉર્ફે ટીનો દેવરાજભાઇ પેઢડિયા ઉપર ચાર દિવસ પહેલાં વ્હેલી સવારે બે બાઇકમાં આવેલા ચાર શાર્પસૂટરો દ્વારા ફાયરીંગ કર્યાની ઘટનામાં જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી એએસપી નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ જામનગરની એલસીબી પીઆઈ કે.જી.ચૌધરી, એસઓજી પીઆઈ એસ.એસ. નિનામા, સિટી એ ડિવિઝન પીઆઈ એમ.જે.જલુ, પીએસઆઈ કે.કે. ગોહિલ, આર.બી. ગોજિયા, આર.વી. વીંછી, વી.કે.ગઢવી તથા એ.એસ. ગરચર, એમ.વી. મોઢવાડિયા તેમજ એલસીબી/એસઓજી/એબસ્કોન્ડર તથા સિટી એ ડિવિઝન તેમજ ટેકનિકલ સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે નાકાબંધી કરી આરોપીઓને પકડવા માટે પોલીસની જુદી-જુદી ટુકડીઓ દ્વારા સીસીટીવીના ફૂટેજ નિહાળવામાં આવ્યા હતાં. જેમાં સૌપ્રથમ બે બાઈકના નંબર ઓળખી લેવામાં આવ્યા હતાં અને ધીમે ધીમે બાતમીદારો મારફતે હકીકતો એકત્રિત કર્યા પછી કેટીએમ ડયૂક બાઈક પોલીસની નજરમાં આવ્યું હતું અને તેના ચાલક મયૂર આલા હાથલિયા અને તેની પાછળ બેઠેલા સુનિલ ખીમા કણજારિયા નામના શખ્સ સુધી પોલીસને પહોંચાડવામાં સફળતા મળી હતી. તે ઉપરાંત એક સપ્લેન્ડર બાઇકના ચાલક દીપ હિરજીભાઇ હડિયા અને તેની પાછળ બેઠેલા એક ટાબરિયાની ઓળખ કરવામાં પોલીસને મહત્વની સફળતા મળી હતી.

પોલીસે મોબાઇલ ટેકનોલોજી તથા અન્ય એનાલિસિસના આધારે ચાર દિવસના અંતે સાત આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. જેમાં એક તરૂણ (કાયદાથી સંઘર્ષ) છે. જ્યારે બાકીના અન્ય છ આરોપીઓ જેમાં જામનગરમાં હરિયા કોલેજની પાછળની ગલીમાં રહેતા મયૂર આલા હાથલિયા, મુળ ભુજ-કચ્છના અને ગોકુલનગર નજીક નવાનગર શેરીમાં રહેતા દીપ હિરજી હડિયા, મુળ કલ્યાણપુરના જામપર ગામના વતની અને હાલ યાદવનગરમાં રહેતા સુનિલ ખીમા કણજારિયા, મુળ કલ્યાણપુરના વતની અને હાલ જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતા સુનિલ ઉર્ફે જાંબુ દેવશી નકુમ, ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના વતની અને હાલ જામનગરમાં માધવબાગમાં રહેતા કરણ ઉર્ફે કારો ભીખા કેસરિયા તેમજ મુળ ભાણવડના વતની અને હાલ જામનગરમાં ગોકુલનગરમાં રહેતા ભીમશી ગોવાભાઇ કરમુર સહિતનાની ધરપકડ બાદ અદાલતમાં રજૂ કરાતા 10 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર રાખ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular