Saturday, October 23, 2021
Homeરાજ્યજામનગરજામનગરના મચ્છરનગરમાં દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

જામનગરના મચ્છરનગરમાં દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

86 બોટલ દારૂ, 216 નંગ ચપટા, એક કાર અને બે મોબાઇલ સહિત કુલ રૂા.1.63 લાખનો મુદ્દામાલ કબ્જે : ભચાઉના સપ્લાયરની સંડોવણી ખુલ્લી : એલસીબી દ્વારા કાર્યવાહી : જામનગરમાંથી પાંચ બોટલ દારૂ સાથે શખ્સ ઝબ્બે

- Advertisement -

જામનગર શહેરના ગાંધીનગર મચ્છરનગર વિસ્તારમાંથી કારમાં દારૂના જથ્થા સાથે શખ્સ પસાર થવાની બાતમીના આધારે એલસીબીની ટીમે 86 બોટલ દારૂ અને 216 નંગ ચપટા સાથે બે શખ્સોને રૂા.1.63 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગરના ગાંધીનગર મચ્છરનગર વિસ્તારમાંથી કારમાં દારૂના જથ્થા સાથે શખ્સ પસાર થવાની એલસીબીના ભગીરથસિંહ સરવૈયા અને દિલીપ તલાવડિયાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ એસ. એસ. નિનામા, પીએસઆઈ આર.બી. ગોજિયા, કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી તથા માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્ર્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડિયા, ફીરોજભાઈ દલ, હિરેભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટિયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા સહિતના સ્ટાફે બાતમી મુજબની જીજે-10-એફ-4487 નંબરની કારને આંતરી લીધી હતી.

એલસીબીની ટીમે કારની તલાસી લેતા તેમાંથી રૂા.34,400 ની કિંમતની 86 બોટલ દારૂ અને રૂા.21,600 ની કિંમતના 216 નંગ ચપટા તથા રૂા.7000 ની કિંમતના બે મોબાઇલ ફોન અને રૂા.1 લાખની કિંમતની એક કાર સહિત કુલ રૂા.1,63,000 ના મુદ્દામાલ સાથે કરણસિંહ હરપાલસિંહ ગોહિલ અને શકિતસિંહ ધીરુભા જાડેજા નામના બે શખ્સોને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો ભચાઉ તાલુકાના કાકરવા ગામ પાસે રહેતા શખ્સ દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો. જેથી એલસીબીની ટીમે ઝડપાયેલા બન્ને શખ્સોનો કોવિડ ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગર શહેરમાં ભાટની આંબલી પાસેના વિસ્તારમાં રહેતાં જીજ્ઞેશ ઉર્ફે જીગો દિનેશ સોલંકી નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.2500 ની કિંમતની પાંચ બોટલ દારૂ અને રૂા.5000 ની કિંમતનો એક મોબાઇલ મળી આવતા પીએસઆઇ એન.વી. હરિયાણી તથા સ્ટાફે રૂા.7500 ના મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા દારૂના જથ્થામાં નવાગામઘેડના હાર્દિક ચુડાસમાની સંડોવણી ખુલતા પોલીસે બન્ને શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular