Friday, December 9, 2022
Homeરાજ્યજામનગરદેશી દારૂના બે દરોડામાં 340 લીટર દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

દેશી દારૂના બે દરોડામાં 340 લીટર દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

લાલપુરના ટેભડા ગામની સીમમાંથી દેશી દારૂ, ભઠ્ઠીના સાધનો તથા મોટરસાઈકલ સહિત રૂા.56,300 નો મુદ્દામાલ કબ્જે: ઠેબા ગામે દેશી દારૂ તથા ભઠ્ઠીના સાધનો સહિત રૂા.19,450 નો મુદ્દામાલ કબ્જે

- Advertisement -

લાલપુર તાલુકાના ટેભડા ગામની સીમમાંથી એલસીબીએ રેઈડ દરમિયાન રહેણાંક મકાનમાંથી 200 લીટર દેશી દારૂ સહિત કુલ રૂા.56,300 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઠેબા ગામે રહેણાંક મકાનમાંથી રૂા.19,450 ની કિંમતના દેશી દારૂ તથા સાધનો સાથે એક શખ્સને એલસીબીએ ઝડપી લીધો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, લાલપુર તાલુકાના ટેભડા ગામમાં આવેલ નવાઝ તારમામદ હાલેપોત્રાના રહેણાંક મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી હોવાની એલીસબીના રાકેશભાઈ ચોહાણ, ધાનાભાઈ મોરીને મળેલ બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન નવાઝ તારમામદ હાલેપોત્રાના કબ્જાની વાડીમાં આવેલ રહેણાંક મકાનમાંથી રૂા.4,000 ની કિંમતનો 200 લીટર દેશી દારૂ તથા દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધનો અને મોટરસાઈકલ સહિત કુલ રૂા.56,300 નો મુદ્દામાલ કબ્જે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, ઠેબા ગામે ખુશાલ મોહન રાઠોડના રહેણાંક મકાને દેશી દારૂ હોવાની એલસીબીના હેકો હિતેન્દ્રસિંહ જાડેજા તથા દિલીપભાઈ તલાવડિયાને મળેલી બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન રૂા.2800 ની કિંમતનો 140 લીટર દેશી દારૂ તથા રૂા.16,600 ની કિંમતના દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધનો સહિત રૂા. 19,400 ના મુદ્દામાલ સાથે ખુશાલ મોહન રાઠોડને ઝડપી લીધો હતો. દારૂ બનાવવામાં ભાગીદાર જગદીશ ઉર્ફે લાલો ખેતા વાઘેલાની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -

આ કાર્યવાહી પીઆઈ જે.વી.ચૌધરીની સૂચનાથી પીએસઆઈ આર.એ.કરમટા, એસ.પી. ગોહિલ તથા સ્ટાફના એએસઆઈ માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ તથા પોલીસ હેકો નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા તથા પોકો ફીરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular