Friday, March 29, 2024
Homeરાજ્યહાલારખંભાળિયાની કંપનીમાંથી બોકસાઈટ ચોરી આચરનાર બેલડી ઝડપાઇ

ખંભાળિયાની કંપનીમાંથી બોકસાઈટ ચોરી આચરનાર બેલડી ઝડપાઇ

ચોરી કરી સામાન કારખાનામાં સંતાડયો : એલસીબી દ્વારા ચોરીનો ભેદ ઉકેલાયો

- Advertisement -

ખંભાળિયા જામનગર હાઈ-વે માર્ગ પર આવેલી દાલમિયા કંપનીમાંથી થોડા સમય પૂર્વે રૂપિયા 6.5 લાખના બોકસાઈટની ચોરી થવા સબબ બે દિવસ પૂર્વે અહીંના પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જે સંદર્ભે એલસીબી પોલીસે તાકીદની કાર્યવાહી કરી, નજીકના વિસ્તારમાં રહેતા બે શખ્સોને દબોચી લીધા હતા અને મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે પાંચ કિલોમીટર દૂર આવેલી દાલમિયા કંપનીમાંથી ગત ડિસેમ્બર માસ દરમિયાન રૂપિયા 6.45 લાખની કિંમતનો આશરે 30 મેટ્રિક ટન જેટલો બોકસાઈટ કોઈ શખ્સો ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ કંપનીના અધિકારી દ્વારા ખંભાળિયા પોલીસમાં નોંધાવવામાં આવી હતી.

- Advertisement -

આ પ્રકરણના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ એલસીબી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ વિવિધ પ્રકારની તપાસ કામગીરી હાથ ધરી, એલસીબી વિભાગના એ.એસ.આઈ. સજુભા જાડેજા, હેડ કોસ્ટેબલ જેસલસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કંપની નજીકના કંચનપુર ગામ વિસ્તારમાં રહેતા સંઘાર વિજય પ્રતાપભાઈ ઘાવડા (ઉ.વ. 34) તથા સુમરા નજીર અબુભાઈ ખફી (ઉ.વ. 34) નામના બે શખ્સોની અટકાયત કરવામાં આવી હતી.
પોલીસની આગવી ઢબે પૂછપરછમાં ઉપરોક્ત બંને શખ્સોએ પોતાની માલિકીના રાંદલ એન્ટરપ્રાઇઝ નામના કિલનના કારખાનાના ગોડાઉનમાં ચોરીનો ઉપરોક્ત મુદ્દામાલ સંતાડીને રાખ્યો હોવાની કબુલાત આપી હતી. આથી પોલીસે કુલ રૂપિયા 6,81,442 ની કિંમતનો 31.7 મેટ્રિક ટન બોકસાઈટનો જથ્થો હસ્તગત કરી અને આરોપીઓનો કબજો ખંભાળિયા પોલીસની સોંપવામાં આવ્યો છે.

આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.એસ. ચૌહાણ, એ.એસ.આઈ. વિપુલભાઈ ડાંગર, સજુભા જાડેજા, અજીતભાઈ બારોટ, કેશુરભાઈ ભાટીયા અરજણભાઈ મારુ, મસરીભાઈ ભારવાડીયા, ડાડુભાઈ જોગલ, જેસલસિંહ જાડેજા, લાખાભાઈ પિંડારિયા, પ્રદિપસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, ગોવિંદભાઈ કરમુર, મસરીભાઈ, દેવાભાઈ, સચિનભાઈ, હસમુખભાઈ, અરજણભાઈ આંબલીયા, મેહુલભાઈ રાઠોડ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular