Monday, October 7, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી બે ચોરાઉ બાઈક સાથે બે સગીર ઝડપાયા

જામનગર શહેરમાંથી બે ચોરાઉ બાઈક સાથે બે સગીર ઝડપાયા

બે સપ્તાહ પહેલાં ડેન્ટલ કોલેજ પાસેથી બાઈકની ચોરી : પટેલ કોલોનીના પાર્કિંગમાંથી બાઈક ચોરાયું : સિટી બી ડીવીઝન પોલીસે બંને બાઈકચોરીનો ભેદ ઉકેલ્યો

- Advertisement -

જામનગર શહેરમાંથી બે સપ્તાહ પહેલાં થયેલી બાઈક ચોરીના બનાવમાં સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે ચોરાઉ બાઈક સાથે સગીરને દબોચી લઇ આગળની તપાસ આરંભી હતી તેમજ જામનગરની પટેલ કોલોની નજીક ચોરાયેલા બાઈક સાથે વધુ એક સગીરને ઝડપી લીધો હતો.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાંથી બે સપ્તાહ પહેલાં પોલીસ પટાવાળુ જીજે-33-ઈ-7350 નંબરનું બાઈક ડેન્ટલ કોલેજ પાસેથી ચોરી કરી ગયા હતાં આ ચોરાઉ બાઈકમાં સંડોવાયેલા તસ્કર અંગેની પો.કો. મયુરરાજસિંહ જાડેજા, સાજીદ બેલીમને મળેલી બાતમીના આધારે જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ પી પી ઝા, પીએસઆઈ કે.ડી. જાડેજા, એએસઆઈ રઘુવીરસિંહ પરમાર, હેકો રાજેશ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, દશરથસિંહ પરમાર, પો.કો. સંજય પરમાર, જયદીપસિંહ જાડેજા, પ્રદિપસિંહ રાણા, કલ્પેશ અઘારા, હિતેશ મકવાણા, મયુરરાજસિંહ જાડેજા, વિપુલ ગઢવી, સાજીદ બેલીમ સહિતના સ્ટાફે પાંચ બંગલા વિસ્તારમાંથી વોચ દરમિયાન બાઈકચાલકને આંતરીને પૂછપરછ કરતાં સગીર ડેન્ટલ કોલેજ પાસેથી 15 દિવસ પહેલાં બાઈક ચોરી કર્યાની કેફિયત આપતા પોલીસે રૂા.25000 નું બાઈક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

તેમજ બે દિવસ પહેલાં પટેલ કોલોની શેરી નંબર 3 માં એસબીઆઈ બેંકની બાજુમાં આવેલા એપાટમેેન્ટના પાર્કિંગમાંથી રૂા.40000 ની કિંમતનું જીજે-10-એઆર-7812 નંબરનું બાઈક ચોરીના બનાવમાં સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે મામાદેવના મંદિર પાસેથી ચોરાઉ બાઈક સાથે સગીરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular