જામનગરના મોટા થાવરીયા ગામમાં બનાવેલો ક્રોઝ-વેનો એક ભાગ પહેલા વરસાદે જ ધોવાઈ જતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે અને તેમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે લોકોમાં રોષની લાગણી છવાઈ છે.
જામનગરના મોટા થાવરીયા ગામે 80 લાખના ખર્ચે ક્રોઝવે બનાવવામાં આવ્યો હતો. ખીમરાણા અને મોટા થાવરીયા ગામને જોડતો બનાવેલ ક્રોઝ-વે અનેક લોકો માટે સુવિધારૂપ હતો. પરંતુ, 80 લાખના ખર્ચે બનાવવામાં આવેલ ક્રોઝ-વે પહેલાં જ વરસાદે એક ભાગ ધોવાઈ ગયો છે. 80 લાખનો ખર્ચ કરવા છતાં ક્રોઝ-વે ધોવાઈ જતાં સ્થિતિ ઠેરની ઠેર જ છે અને લોકો નદીમાંથી ચાલવા મજબુર બન્યા છે. જેને લઇ ગ્રામજનોમાં આક્રોશની લાગણી છવાઇ છે અને આ ક્રોઝ-વેના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું પણ લોકોએ આક્ષેપ કર્યો છે.