જામનગર શહેરમાં કૃષ્ણનગર વિસ્તારમાં ગાય ઉપર કૃકર્મ આચરનાર અને ધાર્મિક લાગણી દુભાવનાર શખ્સ વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં કૃષ્ણનગર શેરી નંબર 3માં હનુમાન મંદિર સામે જગદીશ પરબત નસીત નામના શખ્સ દ્વારા ગાય ઉપર કૃકર્મ આચરનાર અને ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય આચરતા લોકોમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો અને આ પ્રકરણમાં હિન્દુ સમાજની લાગણી દુભાઈ હોવાના કારણે પોલીસે જગદીશ નસીત વિરૂધ્ધ ગુનો નોંધી પીએસઆઈ એન.પી. જોશી તથા સ્ટાફે શખ્સની ધરપકડ કરવા તજવીજ આરંભી હતી.