જામનગર સહિત હાલાર પંથકમાં વાતાવરણમાં પલ્ટા બાદ કમૌસમી વરસાદથી ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. જામનગર જિલ્લામાં 0ાાા થી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. જામનગર ઉપરાંત ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે બુધવારે બપોર બાદ વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવ્યો હતો. અને દોઢ ઇંચ સુધી વરસાદ વરસી જવા પામ્યો હતો. ભાણવડમાં 1ાાા ઇંચ પાણી વરસ્યાનું જાણવા મળી રહ્યું છેે.

જામનગર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલ્ટા સાથે કમૌસમી વરસાદ જોવા મળી રહ્યો છે. જામનગર પંથકમાં પણ પવનના સૂસવાટા અને વીજળીના ચમકારા સાથે કમૌસમી વરસાદ વરસ્યો હતો. જામનગરમાં ગઇકાલે બપોરબાદ અચાનક આવેલા વાતાવરણમાં પલ્ટા બાદ વરસાદ વરસ્યો હતો. તોફાની પવન અને વીજળીના કડાકા ભડાકા વચ્ચે થયેલા વરસાદથી શહેરમાં અનેક વિસ્તારોમાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ગઇકાલે મોકડ્રીલ અને બ્લેકઆઉટ જાહેર કરાયું હતું. રાત્રિ આઠથી સાડા આઠ દરમ્યાન બ્લેકઆઉટ જાહેર કરાયું હતું; પરંતુ આ અંધારપટ થાય તે પૂર્વે જ શહેરના અનેક વિસ્તારોમાં પીજીવીસીએલનો બ્લેકઆઉટ થયો હતો. હજૂ વરસાદની સીઝન આવી નથી. ત્યાં માત્ર કમૌસમી વરસાદમાં જ પીજીવીસીએલની બેદરકારી સામે આવી હતી અને શહેરના મોટાભાગના વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો.
જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગઇકાલે બુધવારે વરસાદ જોવા મળ્યો હતો. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આજે સવારે પૂરા થતાં 24 કલાકમાં કુલ 48 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે જામનગરમાં 17 મિલીમિટર પાણી વરસ્યું હતું. લાલપુર તથા ધ્રોલમાં સામાન્ય વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતાં. જામનગર શહેરમાં વીજળીના ભારે ચમકારા વચ્ચે પવન સાથે કમૌસમી ઝાપટું વરસ્યું હતું. જેના પરિણામે શહેરના અનેક વિસ્તારોમાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.
ગઈકાલે બુધવારે સાંજથી ખંભાળિયા શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ છવાયું હતું. આ વચ્ચે સાંજે સાતેક વાગ્યે ખંભાળિયા જોરદાર વરસાદી ઝાપટાં વરસી જતા માર્ગ પણ પાણી વહેવા લાગ્યા હતા. આશરે અડધો કલાકના સમયગાળામાં ખંભાળિયામાં કુલ 32 મી.મી. પાણી પડી ગયું હતું. જ્યારે ભાણવડ તાલુકામાં પણ ગત્ સાંજે મેઘરાજાએ પવનના જોર સાથે ભારે ઝાપટા રૂપે 43 મી.મી. તેમજ કલ્યાણપુરમાં પણ 37 મી.મી. પાણી