Thursday, May 22, 2025
Homeરાજ્યજામનગરસગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સખત કેદ

સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સખત કેદ

રૂા. 10 હજારનો દંડ તથા ભોગ બનનારને વળતર પેટે રૂા. 2 લાખ ચૂકવવા અદાલતનો હુકમ

જામનગર શહેરમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સને પોકસો કોર્ટ દ્વારા 10 વર્ષની સખત કેદની સજા અને રૂા. 10,000નો દંડ તથા ભોગ બનનારને વળતર પેટે રૂા. 2 લાખ ચૂકવવા પણ અદાલત દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં રહેતી 16 વર્ષની સગીરા સાથે નયન કનુ પરમાર નામના શખ્સ દ્વારા દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ હતી. જામનગરની સગીરા બાવળાવદર ગામે કાબુલશાહપીરની દરગાહે દર્શન કરવા ગયા હોય, જ્યાં આરોપી પણ ગયો હોય. ભોગ બનનારને ફ્રેન્ડશીપ કરવી છે. તેમ કહી પોતાના મોબાઇલ નંબર આપ્યા હતાં અને તેમાં વાતચીત કરતાં હતાં. ત્યારબાદ ગત તા. 30-3-2019ના બપોરના ભોગબનનાર ઘરે જમવા આવ્યા હોય અને બાદમાં કારખાને જવા નિકળતાં આરોપીએ ભોગ બનનારને મળવું છે ગુલાબનગર આવું છું તેમ કહી એક્ટિવા લઇ મળવા પહોંચ્યો હતો અને ભોગ બનનારને કહ્યું હતું કે, ‘તું મારી સાથે ચાલ, લગ્ન કરી લેશું’ તેમ કહી આરોપી ભોગ બનનારને તેના ઘરે લઇ જઇ બીજા દિવસે દરેડ ખોડિયાર માતાજીના મંદિરે લગ્ન કર્યા હતાં અને ત્યારે તેના માતા પણ હાજર હોય, તે દિવસે આરોપીએ ભોગ બનનાર સાથે શરીર સંબંધ બાંધી ભોગ બનનારને અલગ-અલગ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે ફરિયાદીએ પંચકોષી-એ ડિવિઝનમાં આરોપી નયન કનુ પરમાર સામે પોક્સો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

આ કેસ ચાલી જતાં દસ્તાવેજી પુરાવાઓ અને સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને તકસીરવાન ઠેરવી કલમ 376 તથા પોકસો કલમ 4,6 મુજબ 10 વર્ષની સખત કેદની સજા તથા રૂા. 10,000 દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજા તથા કલમ 363 મુજબ 3 વર્ષની સજા અને રૂા. 2000 દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સજા. કલમ 366 મુજબ પાંચ વર્ષની સજા તથા રૂા. 5000નો દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સજા તથા ભોગ બનનારને વળતર પેટે રૂા. 2 લાખ ચૂકવવા સ્પે. પોકસો કોર્ટના જજ વી.પી. અગ્રવાલે હુકમ કર્યો છે. આ કેસમાં સરકારી વકીલ ભારતીબેન વાદી રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular