જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડ પાસે રસ્તા ઉપર બપોરે બંધ પડેલા ટ્રકની પાછળ પુરપાટ ઝડપે અને બેફિકરાઇથી આવતું બાઇક ધડાકાભેર અથડાયું હતા. આ અકસ્માતમાં બાઇકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં બાઇકના ચાલક હિરેન શ્રીમાળી (ઉ.વ.20) તથા હાર્દિક ગોહિલ (ઉ.વ.19) નામના બે યુવકોને ઇજા પહોંચતા ત્યાં હાજર લોકો દ્વારા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં સારવાર માટે ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલે ખસેડયા હતાં.


