Thursday, September 10, 2026
Homeવિડિઓખંભાળિયા નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ: ધરતીપુત્રોમાં રાહત - VIDEO

ખંભાળિયા નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ: ધરતીપુત્રોમાં રાહત – VIDEO

ખંભાળિયા – જામનગર માર્ગ પર આવેલા વાડીનાર, ભરાણા, કજૂરડા, નાના માંઢા, મોટા માંઢા, આંબલા, આરાધના ધામ વિગેરે ગ્રામ્ય વિસ્તારોમાં આજરોજ બપોરે આશરે સવા વાગ્યે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જે આશરે એકાદ કલાક સુધી વરસતા અંદાજીત એક ઈંચથી વધુ પાણી પડી ગયું હતું. મુશળધાર વરસાદના પગલે માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા. જેથી આ વિસ્તારના લોકોએ આનંદ સાથે રાહતની લાગણી અનુભવી હતી.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ 80 ટકાથી વધુ વરસાદની ખાધ છે. ત્યારે ખંભાળિયાના અનેક ગામોમાં આજે વરસેલા આ ધોધમાર વરસાદથી હવે આગામી દિવસોમાં વધુ વરસાદની આશા બંધાઈ છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular