Wednesday, July 22, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાંથી દારૂના જથ્થા સાથે પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સોની ધરપકડ

જામનગરમાંથી દારૂના જથ્થા સાથે પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સોની ધરપકડ

જામનગરના ગુલાબનગર પાછળ ઓમ રેસિડેન્સીમાં રહેતાં કારચાલકને 18 બોટલ દારૂ સાથે સિટી ‘બી’ ડિવિઝન પોલીસે ઝડપી લીધો હતો. તેમજ અન્ય એક બાઇક ચાલકને 13 બોટલ દારૂ સાથે ઝડપી લઇ પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. જામનગર શહેરમાં ફોરેસ્ટ કચેરી સામેથી દારૂની હેરાફેરી કરતાં શખ્સને એલસીબીની ટીમએ 24 બોટલ દારૂ અને 70 નંગ ચપટા સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

દારૂના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના ગુલાબનગર, રાજ પાર્ક, સેવા સદનની પાછળ આવેલી ઓમ રેસિડેન્સીમાં પાર્ક કરેલી જીજે10 ડીએન 1626 નંબરની ક્રેટા કારમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે પીઆઇ એન. એમ. ગઢવી, પીએસઆઇ ડી. જી. રાજ, એએસઆઇ રાજેશભાઇ વેગડ, મુકેશસિંહ રાણા, હે.કો. દશરથસિંહ પરમાર, ક્રિપાલસિંહ સોઢા, સંજયભાઇ પરમાર, જયપાલસિંહ જાડેજા, પો.કો. અજયસિંહ ઝાલા, જયદીપસિંહ જાડેજા, કલ્પેશભાઇ અઘારા, સાજિદભાઇ બેલીમ, ધર્મેન્દ્રસિંહ વાઢેર, પ્રહલાદસિંહ જાડેજા, રવિકાંતભાઇ રાઠોડ, કપિલભાઇ ગુજરિયા સહિતના સ્ટાફએ કારની તલાશી લેતાં તેમાંથી રૂા. 1,15,200ની કિંમતની 18 બોટલ દારૂ મળી આવતાં પોલીસે રૂપિયા પાંચ લાખની કિંમતની ક્રેટા કાર અને દારૂ મળી કુલ રૂા. 6,15,200ના મુદામાલ સાથે ઓમ રેસિડેન્સીમાં રહેતા રાજુ પરસરામાણી (ઉ.વ.50) નામના વેપારી શખ્સને દબોચી લઇ પૂછપરછ હાથ ધરી હતી. તેમજ બીજો દરોડો ઓમ રેસિડેન્સીમાં રહેતાં મનિષ રાજુ પરસરામાણી (ઉ.વ.23) નામના શખ્સના પાર્ક કરેલા જીજે10 ઇઇ 6953 નંબરના જ્યુપીટર બાઇકની તલાશી લેતાં તેમાંથી પણ રૂા. 34,830ની 13 બોટલ દારૂ મળી આવતાં સિટી ‘બી’ ડિવિઝન પોલીસે રૂા. 50 હજારનું બાઇક અને દારૂ મળી કુલ રૂા. 84,830નો મુદામાલ કબ્જે કરી મનિષની ધરપકડ કરી હતી. આમ, સિટી ‘બી’ ડિવિઝન પોલીસે દારૂના જથ્થા સાથે પિતા-પુત્રને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો દરોડો જામનગર શહેરમાં ફોરેસ્ટ કચેરી સામે, ઓવરબ્રીજ નીચેથી પસાર થતાં ભૂપેન્દ્રસિંગ શિવપ્રતાપસિંગ ક્ષત્રિય (ઉ.વ.42, રહે. નવાગામ ઘેડ, મૂળ હરિપૂર, તાલુકો લાલગંજ, યુપી) નામના શખ્સને એલસીબીની ટીમે મળેલી બાતમીના આધારે આંતરીને તલાશી લેતાં તેના કબ્જામાંથી રૂા. 12,840ની કિંમતની ઇંગ્લીશ દારૂની 24 બોટલ અને રૂા. 7 હજારની કિંમતના 70 નંગ ચપલા મળી આવતાં એલસીબીએ રૂા. 5 હજારનો મોબાઇલ મળી કુલ રૂપિયા 24,840ના મુદ્ામાલ સાથે દબોચી લઇ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular