Friday, April 26, 2024
Homeખબર સ્પેશીયલજામનગરના આ મુર્તીકાર પાસે માટીના ગણપતિ બનાવવાની અનોખી આવડત

જામનગરના આ મુર્તીકાર પાસે માટીના ગણપતિ બનાવવાની અનોખી આવડત

- Advertisement -

બાળપણના શોખને વ્યવસાયમાં પરિવર્તિત કર્યો : જુઓ માટીમાંથી બનાવેલા વિઘ્નહર્તાના અનેક સ્વરૂપો

- Advertisement -

જામનગરના ગુલાબનગરમાં આવેલ નારાયણનગર વિસ્તારમાં રહેતા અતુલભાઈ પ્રજાપતિ અને તેમનો પરિવાર છેલ્લા 8વર્ષથી માટીના ગણેશજી ની મૂર્તિઓ બનાવે છે. મૂર્તિ બનાવવા માટે ઉપયોગમાં લેવાથી માટી તેઓ ખેતર માંથી અને વિભાપરની બુટવો માટી લાવે છે. ત્યારબાદ તેને 15 દિવસ સુધી પલાળી રાખવામાં આવે છે. અને પછી બીબામાં ઢાળી એક દિવસ સુધી મૂકી રાખવામાં આવે છે અને બીજા દિવસે કાઢી ને તેમાં હાથથી ફીનીશીંગ કરી ને મૂર્તિ તૈયાર કરવામાં આવે છે. આ મૂર્તિને 20 દીવસ સુધી સુકાવી રાખવામાં આવે છે. અને ત્યારબાદ તેમાં વોટરપ્રૂફ કલર કરવામાં આવે છે. માટીની મૂર્તિમાં કરવામાં આવતા આ રંગો ફ્લોરેસન એટલે કે પાણીમાં સહેલાયથી ઓગળી જાય તેવા હોય છે. કલર સુકાઈ ગયા બાદ ગણપતીની અવનવી મૂર્તિઓને વિવિધ પ્રકારના આકર્ષક રંગબેરંગી શણગાર કરવામાં આવે છે. આમ વિધ્નહરતાની એક મૂર્તિ બનતા 27 દિવસ જેટલો સમય લાગે છે. પ્રજાપતિ પરિવાર દ્વારા બનાવવામાં આવતા માટીના ગણેશજીની આ મૂર્તિની માત્ર જામનગર કે સૌરાષ્ટ્ર નહી પરંતુ ગુજરાત સહીત રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં પણ માગ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular