ભાણવડના ભોરીયા ગામે આવેલ શાળાનું જૂનુ બિલ્ડિંગ પાડી નાખવામાં આવ્યા બાદ કોન્ટ્રાકટર દ્વારા કામ બંધ કરી દેવામાં આવતા હાલમાં બાળકો છત વગત ખુલ્લામાં શિક્ષણ લેવા મજબુર થયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભોરીયા ગામે આવેલી શાળાનું જૂનુ બિલ્ડિંગ પાડી નાખવામાં આવ્યું છે અને નવું બિલ્ડિંગ બનાવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોન્ટ્રાકટર દ્વારા કામ બંધ કરી ચાલ્યા જતાં બાળકો ખુલ્લામાં છત વગર અભ્યાસ કરવા મજબુર થયા છે. ચોમાસાની ઋતુ આવી ચૂકી છે ત્યારે ખુલ્લામાં ભણી રહેલા બાળકોને કારણે શિક્ષણ જોખમમાં મૂકાતા વાલીઓમાં રોષની લાગણી છવાઈ છે. ગ્રામજનો દ્વારા સમાજવાડી ખાતે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. આથી વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય વ્યવસ્થા કરી વહેલીતકે શાળાનું કામ પૂર્ણ થાય તેવી વાલીઓ દ્વારા માંગણી કરાઈ રહી છે.