આજરોજ 26 જૂન વિશ્વ એન્ટી ડ્રગ ડે નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેની આગેવાનીમાં ડીવાયએસપી સમીર સારડા, એસઓજીનાં પીએસઆઇ સિંગરખીયા અને પીઆઇ દ્વારકા પરમાર દ્વારા “Run For No Addiction” વ્યસનમુક્તિ માટે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.
“Run For No Addiction” વ્યસનમુક્તિ માટે આયોજિત આ દોડમાં સવારે 5 વાગ્યે વિદ્યાર્થીઓ, યુવાનો, યુવતીઓ મોટી સંખ્યામાં દ્વારકામાં હાથી ગેટ પાર્કિંગમાં ભેગા થયા હતા ત્યાંથી તેમને બસ મારફતે સ્ટાર્ટિંગ પોઇન્ટ પર પહોંચાડવામાં આવ્યા હતા.
દ્વારકા પોલીસ દ્વારા દરેક દોડવીરને “મારો પરિવાર વ્યસન મુક્ત પરિવાર” લખેલી કલર કેપ પહેરાવવામાં આવી હતી. એસ.પી નિતેશ પાંડે, એએસપી નિધિ ઠાકુર અને ડી.વાય.એસપી સારડા દ્વારા ફ્લેગ ઓફ કરીને દોડવીરોને રવાના કરવામાં આવ્યા હતા. ચાર કિમી જેટલી દોડ પૂરી થયા બાદ હાથી ગેઈટ પાર્કિંગ ખાતે દ્વારકા ના હિરેનભાઈ અને તેમના ગ્રુપ દ્વારા ઝુંબા કરાવીને રીલેકસ કર્યા હતા. ત્યાર બાદ વિવિધ ડાંસ પરફોર્મન્સ રજૂ થયા હતા. 5 વર્ષ જેટલી નાની ઉંમરની બાળકી પિયુ સોઢા અને 7 વર્ષ ના બાળક શુભમ નું સન્માન કરવામાં આવ્યું હતું. ડીવાયએસપી સારડા અને એસ.પી નિતેશ પાંડે એ પોતાના વક્તવ્યમાં વ્યસન મુક્ત બનીને વિશિષ્ટ બનવા સલાહ આપી હતી. કાર્યક્રમ બાદ એસ.પી સાથે સેલ્ફી પડાવી ને યુવાનો બાળકો એ મજા લીધી તેમજ વ્યસન મુક્ત સમાજ બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.