Wednesday, November 13, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો

જામનગર શહેરમાંથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો

- Advertisement -

જામનગર શહેરમાં મોરકંડા રોડ પર આવેલી સનસીટી 1 માં બોગસ તબીબ તરીકે દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતા શખ્સને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર શહેર નજીક મોરકંડા રોડ પર આવેલા સનસિટી 1 માં ઓરડીમાં મેડીકલની ડિગ્રી ન હોવા છતાં બોગસ તબીબના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની બાતમીના આધારે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન હિદાયતુલ્લાખાન અહમદખાન લોહાની (ઉ.વ.53) નામના બોગસ તબીબને ઝડપી લઇ તેની પાસેથી દવાઓ અને સાધનો મળી કુડલ રૂ.9500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular