Friday, April 19, 2024
Homeરાજ્યપાર્ક કરેલા ટ્રકની પાછળ ટ્રેઇલર ઘુસી જતાં ચાલકનું મોત

પાર્ક કરેલા ટ્રકની પાછળ ટ્રેઇલર ઘુસી જતાં ચાલકનું મોત

સીક્કા નજીક રાત્રિના સમયે અકસ્માત : ટ્રેઇલર ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર તાલુકાના સીક્કા પાટીયા નજીક રોડની સાઈડમાં પાર્ક કરેલ ટ્રકમાં પાછળથી પૂરઝડપે બેફીકરાઈથી આવતા ટ્રેઇલરના ચાલકે ટ્રક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં ટ્રેઇલર ચાલકનું જ ઘટનાસ્થળે ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા પાટીયા નજીક રોડની સાઈડમાં જીજે-10-ટીવી-9695 નંબરનો ટ્રક પાર્ક કર્યો હતો. શનિવારે મધ્યરાત્રિના સમયે પાછળથી પૂરઝડપે બેફીકરાઈથી આવતા આરજે-51-જીએ-0717 નંબરના ટ્રેઇલરના ચાલક રવિ ચેનારામ ખીચી (ઉ.વ.22 રહે. રાજસ્થાન) નામના યુવાને પાર્ક કરેલા ટ્રક સાથે તેના ટ્રેઇલર પરનો કાબુ ગુમાવતા અથડાવી અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ચાલક રવિને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ અંગેની મુનીસ ચૌધરી દ્વારા જાણ કરાતા પીએસઆઈ કે.આર. સિસોદિયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular