Thursday, March 28, 2024
Homeરાજ્યકોન્ટ્રાકટરે દાદાગીરી કરી પણ આખરે કાયદો જિત્યો

કોન્ટ્રાકટરે દાદાગીરી કરી પણ આખરે કાયદો જિત્યો

- Advertisement -

કોરોનાની મહામારીને પગલે પોલીસ તંત્ર નિયમોનું કડકપણે અમલ કરાવી રહ્યું છે. જેને કારણે પોલીસ સાથે અજુગતું વર્તન કરતા લોકો ફરજમાં રુકાવટ કરી ગાળો ભાંડી ધમકી આપતા હોવાના બનાવો વધી રહ્યાં છે. આવા જ એક વધુ બનાવમા સોમવારે રાત્રીના કર્ફ્યૂનો અમલ કરાવવા ફરજ પર રહેલા એ ડિવિઝન પોલીસમથકના મહિલા એએસઆઇ એસ.ડી.પાદરિયા સાથે બન્યો હતો. મહિલા એએસઆઇ પાદરિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, સોમવારે રાતે તેઓ અન્ય કર્મચારીઓ સાથે રાજકોટના મહિલા કોલેજ અન્ડરબ્રિજ પાસે કર્ફ્યૂના સમયમાં ફરજ પર હતા. ત્યારે રાત્રીના પોણા અગિયાર વાગ્યાના અરસામાં ટ્રિપલસવારીમાં એક બાઇક પસાર થતા તેને અટકાવ્યું હતું.

- Advertisement -

ચાલકે માસ્ક પહેર્યું ન હોય તેને દંડ ભરવા માટે જણાવ્યું હતું. ત્યારે બાઇકચાલકે દંડ ભરવાને બદલે તું કોણ મને દંડ આપવાવાળી તેમ કહી ઝઘડો કર્યો હતો. મામલો વધુ વિકટ બનતા ચાલકે ગાળો ભાંડી હું દંડ નહિ ભરું તારે થાય તે કરી લેજે તેમ કહ્યું હતું. જેથી બાઇકચાલકને પોલીસમથક લઇ જવાયો હતો. જ્યાં પૂછપરછ કરતા તે મવડી ચોકડી પાસે રહેતો કોન્ટ્રાક્ટર રવિ પ્રવીણભાઇ રિબડિયા હોવાનું અને તેની સાથે તેની પત્ની અને સાળો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ચાલકને કાયદાનો પાઠ ભણાવવા ફરજમાં રુકાવટનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે, અને રવિ રિબડીયાની ધરપકડ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular