Monday, September 28, 2026
Homeરાજ્યજામનગરબેડેશ્વર પુલ નીચેથી ચોરાયેલી સ્કુટીનો ચાર દિવસમાં ભેદ ઉકેલાયો

બેડેશ્વર પુલ નીચેથી ચોરાયેલી સ્કુટીનો ચાર દિવસમાં ભેદ ઉકેલાયો

ચોરાયેલી સ્કુટી સાથે તસ્કર ઝડપાયો : રૂ.10 હજારનો મુદ્દામાલ કબજે

જામનગર શહેરમાં બેડેશ્વર પુલ નીચે આવેલા સેલ્ટર હોમ પાસેથી ચોરાયેલી સ્કુટીનો જામનગર સીટી ‘બી’ ડિવિઝન પોલીસે ચાર દિવસમાં ભેદ ઉકેલી કાઢ્યો છે. સર્વેલન્સ સ્કવોડે ચોરાયેલી સ્કુટી સાથે બેડેશ્વર વિસ્તારમાં રહેતા 22 વર્ષીય યુવકને ઝડપી પાડી તેની ધરપકડ કરી છે. પોલીસે સ્કુટી કબજે કરી વાહનચોરીનો વણશોધાયેલ ગુનો ડિટેક્ટ કર્યો છે.

- Advertisement -

મળતી માહિતી મુજબ, જામનગર સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેડેશ્વર પુલ નીચે આવેલા સેલ્ટર હોમ પાસે ફરિયાદીની ટી.વી.એસ. કંપનીની સ્કુટી પેપ પ્લસ, કાળા રંગની, રજીસ્ટ્રેશન નંબર જીજે-10-એઆર-3669 પાર્ક કરવામાં આવી હતી. દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ સ્કુટીની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે જામનગર સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 303(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

વાહનચોરીના આ બનાવની તપાસ દરમિયાન જામનગર શહેરમાં વાહનચોરીના વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીના ભાગરૂપે સર્વેલન્સ સ્કવોડે તપાસનો દોર શરૂ કર્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન સર્વેલન્સ સ્કવોડના સ્ટાફના જયપાલસિંહ કનકસિંહ જાડેજા, નિલેશભાઈ વજુભાઈ ઠાકરીયા તથા પ્રહલાદસિંહ વનરાજસિંહ જાડેજાને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે એક શખ્સ અંગે માહિતી મળી હતી. બાતમીના આધારે પોલીસે તપાસ કરી શખ્સને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી મળી આવેલી સ્કુટી અંગે પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

પોલીસ તપાસમાં ઝડપાયેલ શખ્સનું નામ હુશેન સતારભાઈ પલેજા, જાતે વાઘેર, ઉંમર 22 વર્ષ, ધંધો મજૂરી, રહે. બેડેશ્વર એકડેએક વિસ્તાર, હુશેની મસ્જિદ પાસે, જામનગર હોવાનું સામે આવ્યું હતું. તેની પાસેથી મળી આવેલી ટી.વી.એસ. પેપ પ્લસ સ્કુટીનો રજીસ્ટ્રેશન નંબર જીજે-10-એઆર-3669 હોવાનું જણાયું હતું. પોલીસે સ્કુટીના ચેસીસ નંબર તથા એન્જિન નંબરની ખરાઈ કરતાં તે બેડેશ્વર પુલ નીચે સેલ્ટર હોમ પાસેથી ચોરી થયેલી સ્કુટી હોવાનું ખુલ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીની પૂછપરછ દરમિયાન તેણે આશરે ચાર દિવસ અગાઉ આ સ્કુટી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

આ સમગ્ર કામગીરી દરમિયાન પોલીસે ચોરી થયેલી ટી.વી.એસ. પેપ પ્લસ સ્કુટી, જેની કિંમત આશરે રૂ.10 હજાર ગણવામાં આવી છે, તે કબજે કરી છે. આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ, ખાનગી બાતમી અને પોલીસની સતત તપાસના આધારે વાહનચોરીનો વણશોધાયેલ ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે. આ કામગીરી રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ જામનગર સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

- Advertisement -

સર્વેલન્સ સ્કવોડના પો.સબ.ઇન્સ. એમ.એચ. મહેતા, એ.એસ.આઈ. મુકેશસિંહ રાણા, રાજેશભાઈ વેગડ, રવિન્દ્રસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ. કીપાલસિંહ સોઢા, જયપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. સાજીદભાઈ બેલીમ, ધર્મેન્દ્રસિંહ વાઢેર, જયદીપસિંહ જાડેજા, નિલેશભાઈ ઠાકરીયા, પ્રહલાદસિંહ જાડેજા, રવીકાંત રાઠૌર અને કપીલભાઈ ગુજરીયા સહિતના સ્ટાફે આ કામગીરીમાં જોડાઈ વાહનચોરીનો ગુનો શોધી કાઢ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular