Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરરાજકોટમાંથી અપહરણ કરનાર આરોપી જામજોધપુર પંથકમાંથી ઝડપાયો

રાજકોટમાંથી અપહરણ કરનાર આરોપી જામજોધપુર પંથકમાંથી ઝડપાયો

બાવળીદળ ગામમાંથી પેરોલ ફર્લોે સ્કવોડે ભોગ બનનાર સાથે દબોચ્યો : રાજકોટ પોલીસને સોંપવા કાર્યવાહી

- Advertisement -

રાજકોટના આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપી અને ભોગ બનનારને પેરોલ ફર્લોે સ્કવોડે જામજોધપુર તાલુકાના બાવરીદળ ગામમાંથી દબોચી લઇ રાજકોટ પોલીસ સ્ટેશને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત વર્ષે મિલન વિઠલ નારિયા નામનો શખ્સ અપહરણ કરી ભગાડી ગયો હતો. અપહરણના ગુન્હામાં છેલ્લા 6 માસથી નાસતો ફરતો મિલન જામજોધપુર તાલુકાના બાવરીદળ ગામમાં આવ્યો હોવાની સલીમ નોયડા, ભરત ડાંગર અને ગોવિંદ ભરવાડને મળેલી બાતમીને આધારે પીઆઇ બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એલ.જે.મિયાત્રા, એએસઆઈ ગોવિંદભાઈ ચૌહાણ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, હેકો સલીમભાઈ નોયડા, ભગીરથસિંહ સરવૈયા, ઘનશ્યામ ડેરવાળિયા, ભરત ડાંગર, રણજીતસિંહ પરમાર તથા મહિપાલભાઇ સાદિયા, પો.કો. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, હેકો અરવિંદગીરી ગોસાઈ, એલસીબી હેકો નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર, મહિલા પો.કો. ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે જામજોધપુર તાલુકના બાવળીદળ ગામમાંથી મિલન અને ભોગ બનનારને ઝડપી લઇ રાજકોટ પોલીસ સ્ટેશને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular