જામનગર તાલુકાના ઠેબા ગામમાં થયેલી સાત દુકાનોની ઘરફોડ ચોરીમાં 9 વર્ષથી નાસતાફરતા મધ્યપ્રદેશની ગેંગને સાગરીતને પેરોલફર્લો સ્કવોડે રાજકોટ જિલ્લાના હડાળા ગામમાંથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના ઠેબા ગામમાં જુદી-જુદી સાત દુકાનો અને આંગણવાડીમાં થયેલી ચોરીમાં છેલ્લાં 9 વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા શખ્સ અંગે કાસમ બ્લોચ, ગજેન્દ્રસિંહ જાડેજા, ભરત ડાંગરને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સુચનાથી ઇન્ચાર્જ પીઆઇ એસ.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ એ.એસ. ગરચર, હેકો ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઈ ગઢવી, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, રાજેશભાઈ સુવા, ગીરીરાજસિંહ જાડેજા, નિર્મળસિંહ એસ. જાડેજા તથા પો.કો. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ તથા અરવિંદગીરી ગોસાઈ સહિતના સ્ટાફે રાજકોટ જિલ્લાના હડાળા ગામમાંથી મધ્યપ્રદેશના ધારા જિલ્લાના કુકશી તાલુકાના જાઇ ગામના વતની હતરીયા મગરસિંગ મસાણીયા (ઉ.વ.35) નામના શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.