Monday, May 10, 2021
Homeરાજ્યજામનગરજામનગરમાં સૂર્યનારાયણનો આકરો મિજાજ, તાપમાન 40.5 ડિગ્રી

જામનગરમાં સૂર્યનારાયણનો આકરો મિજાજ, તાપમાન 40.5 ડિગ્રી

અસહ્ય ગરમી અને બફારાથી શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા

- Advertisement -

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. તેની સાથે ચૈત્ર માસમાં રાજ્યના કેટલાંક શહેરોમાં કરા તથા વરસાદ પણ જોવા મળી રહ્યો છે. જેની સાથે જામનગરમાં તાપમાનનો પારો પણ ઉંચકાયો છે. ગઇકાલે સોમવારે જામનગરમાં મહત્તમ તાપમાનનો પારો 40.5 ડિગ્રીએ પહોંચી જતાં શહેરીજનો ગરમીથી અકડાઇ ઉઠયા હતાં.

- Advertisement -

જામનગરમાં સૂર્યનારાયણનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે. એકતરફ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. તો બીજીબાજુ લોકો ગરમીથી પરેશાન થયા છે. જામનગરમાં છેલ્લા થોડા દિવસોથી અસહ્ય ગરમી વચ્ચે લોકો અસહ્ય તાપ અને બફારાના કારણે હાલાકી ભોગવી રહ્યાં છે. હાલારના ગામડાંઓમાં પણ ગરમીથી લોકો પરેશાન થયા છે. કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ જામનગરમાં મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 25.4 ડિગ્રી તથા હવામાં ભેજનું પ્રમાણ 86 ટકા નોંધાયું હતું.

સૂર્યનારાયણના આકરા મિજાજને કારણે બપોરના સમયે અસહ્ય તાપ અને બફારાને કારણે શહેરમાં રાજમાર્ગો સુમસામ જોવા મળ્યા હતાં. કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તેની સાથે હવામાનમાં પણ પલટો આવતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. છેલ્લા બે-ત્રણ દિવસ દરમિયાન જામનગર જિલ્લાના કેટલાંક ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડયા બાદ જામનગર શહેરમાં તાપમાનનો પારો ઉંચકાતાં ગરમીના ઓથારથી લોકો કંટાળ્યા હતાં.

- Advertisement -

હવામાં ભેજનું પ્રમાણ વધતાં ગરમીનું પ્રમાણ પણ વધ્યું હતું. જામનગરમાં સિઝનનું સૌથી ઉંચુ 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જામનગરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી મહત્તમ તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. જે 40 ડિગ્રીને પાર થઇ જતાં લોકો અકળાઇ ઉઠયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular