Saturday, July 27, 2024
Homeમનોરંજનવેબસિરીઝમાં અશ્લીલતા ડામવા સરકાર એકશનમાં

વેબસિરીઝમાં અશ્લીલતા ડામવા સરકાર એકશનમાં

- Advertisement -

ઓટીટી પ્લેટફોર્મ ઉપર વેબસીરિઝ અને ફિલ્મોમાં વધી રહેલી અશ્લીલતા અંગે ચોમેરથી ઉઠી રહેલી ફરિયાદો વચ્ચે હવે કેન્દ્ર સરકાર આના માટે નવી માર્ગદર્શિકા જારી કરે તેવી સંભાવના છે. આની સાથે જ સરકાર ટીઆરપીમાં હેરાફેરી માટે પણ નવા દિશાનિર્દેશ આપી શકે છે.

- Advertisement -

સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે લોકસભામાં સાંસદો દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલોના જવાબમાં આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, સરકાર સકારાત્મક પગલાંઓ ભરી રહી છે. તેના માટે ગાઇડલાઇન પણ આપવામાં આવશે.

પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (આઈએએમએઆઈ) દ્વારા મંત્રાલયને ઓટીટી પ્લેટફોર્મની સામગ્રી માટે એક સ્વનિયામક વ્યવસ્થા ઉભી કરવાનું આશ્વાસન આપવામાં આવેલું છે. ઓટીટી પ્લેટફોર્મનાં ક્ધટેન્ટ વિશે અનેક ફરિયાદો પછી આઇએએમએઆઇ સાથે મંત્રાલયે અનેક તબક્કાની ચર્ચા-વિચારણા પણ કરેલી છે. આમાં પ્રસારિત થતી વીડિયો સામગ્રી કેબલ ટીવી નેટવર્ક કે સેન્સર બોર્ડના દાયરામાં આવતી નથી. તેથી આ મુશ્કેલી ઉભી થઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular