Saturday, September 14, 2024
Homeરાજ્યહાલારઅરેરાટી : પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા-કુશંકા કરી માસુમ બાળકને તળાવમાં ફેંકી દીધો

અરેરાટી : પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા-કુશંકા કરી માસુમ બાળકને તળાવમાં ફેંકી દીધો

ત્રણ દિવસ પહેલાં તળાવમાં ડૂબી જતા ચાર વર્ષના બાળકનું મોત : પત્નીના ચારિત્ર્ય અંગે શંકા કરી પુત્ર પોતાનો ન હોવાનું માની પતાવી દીધો : હત્યારાના ભાઈની ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

ધ્રોલ ગામમાં ચામુંડા પ્લોટ વિસ્તારમાં પોલીસ ચોકી પાસે રહેતાં દેવીપુજક પરિવારના ચાર વર્ષના બાળક તળાવમાંથી ડુબી જતા મોત નિપજ્યાની ઘટનામાં પોલીસને શંકા જતાં જીણવટભરી તપાસ હાથ ધરતા બાળકની હત્યા તેના પિતાએ નિપજાવી હોવાનું ખુલતા પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -

હત્યાના બનાવની વિગત મુજબ, ધ્રોલ ગામમાં ચામુંડા પ્લોટ વિસ્તારમાં પોલીસ ચોકી પાસે રહેતાં લલીતાબેન મુન્નાભાઈ સોલંકી નામના મહિલાનો પુત્ર ક્રિષ્ના (ઉ.વ.04) નામનો બાળક ઘર પાસેથી લાપતા થઈ ગયો હતો અને પરિવારજનો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરાતા સ્મશાન પાસે આવેલા તળાવમાંથી બેશુદ્ધ હાલતમાં મળી આવતા સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા પીએસઆઈ પી જી પનારા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી. પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં બનાવમાં શંકા જતા પોલીસે બીજી દિશામાં તપાસ આરંભી હતી.

તપાસ દરમિયાન મૃતક બાળક ક્રિષ્નાના પિતા મુન્ના ભીખા સોલંકી તેની પત્ની લલીતાબેન ઉપર શંકા-કુશંકા કરતો હતો અને ચારેક દિવસ પહેલાં મુન્નાએ તેના છોકરાઓને મારી પોતે જાતે મરી જાશે તેવી ધમકી આપી હતી દરમિયાન મૃતક બાળક ક્રિષ્ના (ઉ.વ.4) બીજાનો પુત્ર હોવાની શંકા કરી અવાર-નવાર પત્ની અને પરિવાર સાથે ઝઘડો અને બોલાચાલી કરતો હતો અને ગત તા.19 ના રોજ રાત્રિના સમયે મુન્ના ભીખા સોલંકી એ તેના ચાર વર્ષના પુત્ર ક્રિષ્નાને સ્મશાન પાસેના તળાવમાં ફેંકી દઇ હત્યા નિપજાવી હોવાની ફરિયાદ મોરબીમાં ફ્રુટનો વેપાર કરતા ભૂપતભાઈ ભીખાભાઇ સોલંકી દ્વારા તેના જ સગાભાઈ મુન્ના ભીખા સોલંકી વિરૂધ્ધ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે હત્યારા મુન્નાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular