Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં ત્રણ જૂગાર દરોડામાં છ શખ્સો ઝબ્બે

જામનગર જિલ્લામાં ત્રણ જૂગાર દરોડામાં છ શખ્સો ઝબ્બે

કાલાવડના લલોઇ ગામમાંથી ચાર શખ્સો તીનપતિનો જૂગાર રમતા ઝડપાયા

- Advertisement -

કાલાવડના લલોઇ ગામની ગઢડો સીમમાં વાડીમાં તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ રૂા.980 ની રોકડ રકમ સહિતના મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામનગરના શંકરટેકરી સુભાષપરા શેરી નં.2 માંથી એક શખ્સને પોલીસે રૂા.300 ની રોકડ રકમ સાથે વર્લીમટકાનો જૂગાર રમતા ઝડપી લીધો હતો. લાલપુરના પીપળી ગામમાંથી સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન એક શખ્સને વર્લીમટકાનો જુગાર રમતા ઝડપી લીધો હતો.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો કાલાવડના લલોઇ ગામની ગઢડો સીમમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન સંજય રૂપસીંગ સાડમીયા, રવજી રાયસંગ સાડમીયા, દેવજી રૂપસીંગ સાડમીયા તથા કિશન ગોરધન વાજેલિયા નામના ચાર શખ્સોને તિનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.980 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

બીજો દરોડો, જામનગરના શંકરટેકરી સુભાષપરા શેરી નં.2 માં સુનિલ વિનુ રાઠોડ નામના શખ્સને વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીતનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.300 ની રોકડ રકમ તથા વર્લીમટકાનું સાહિત્ય સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ રેઈડ દરમિયાન પલો અરવિંદ કોળી નામનો શખ્સ હાજર ન મળી આવતા તેની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો, લાલપુર તાલુકાના પીપળી ગામમાંથી સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન ઈબ્રાહિમ જુસબ ચનાણી નામના શખ્સને વર્લીમટકાનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.210 ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular