Wednesday, October 14, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં ગરબે ઘૂમશે નારી, સુરક્ષા કરશે SHE ટીમ: રોમિયોગીરી કરનારાઓ સામે કડક...

જામનગરમાં ગરબે ઘૂમશે નારી, સુરક્ષા કરશે SHE ટીમ: રોમિયોગીરી કરનારાઓ સામે કડક કાર્યવાહી….- VIDEO

ખેલૈયાઓ વચ્ચે પરંપરાગત પોશાક અને ડ્રેસકોડમાં SHE ટીમ ની હાજરી: ગરબા ગ્રાઉન્ડ અને આસ-પાસ રોમિયોગીરી કરતા શખ્સોને પકડી કડક કાર્યવાહી....

જામનગરમાં નવરાત્રિ દરમિયાન મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે પોલીસની SHE ટીમ સક્રિય બની છે. મહિલા પોલીસ કર્મચારીઓ પરંપરાગત પોશાક અને ડ્રેસકોડ માં વિવિધ ગરબા ગ્રાઉન્ડમાં પહોંચી મહિલા ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમીને સુરક્ષા વ્યવસ્થા પર ચાંપતી નજર રાખી રહી છે. ગરબા ગ્રાઉન્ડ તથા તેની આસપાસ રોમિયોગીરી કરતા શખ્સોને પકડી તેમની સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં નવરાત્રિ મહોત્સવ તથા દશેરાની ઉજવણી ઉત્સાહભેર અને શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ વિશેષ સુરક્ષા આયોજન કરવામાં આવ્યું છે. મહિલાઓ નિર્ભય બની ગરબામાં ભાગ લઈ શકે તે માટે પોલીસ દ્વારા દેખરેખ અને ચેકિંગ વધારવામાં આવ્યું છે.

સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એમ.ડોડીયા ની સૂચના થી SHE ટીમ ના પીએસઆઇ વી.આર.જોરીયા સહિત ની ટીમે વિવિધ ગરબા ગ્રાઉન્ડમાં સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. પરંપરાગત પોશાકમાં હાજર મહિલા પોલીસ કર્મચારીઓએ ખેલૈયાઓ વચ્ચે રહી શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખી હતી.

- Advertisement -

આ દરમિયાન ગરબા ગ્રાઉન્ડ અને આસપાસ રોમિયોગીરી કરતા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. શંકાસ્પદ વ્યક્તિઓ તથા તેમનાં વાહનોની તપાસ સાથે વાહનોના દસ્તાવેજો ચકાસવામાં આવ્યા હતા. બ્રેથએનલાઇઝર દ્વારા પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular