Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરએસજેએફઆઇ નેશનલ ગેમ્સ ક્રિકેટ માટે સિલેકશન - VIDEO

એસજેએફઆઇ નેશનલ ગેમ્સ ક્રિકેટ માટે સિલેકશન – VIDEO

- Advertisement -

સ્પોર્ટ ઓથોરિટી ગુજરાત દ્વારા એસજેએફઆઇ ક્રિકેટ માટે શાળાકીય અંડર 14, 17, 19 ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેકશન પ્રક્રિયા ચાલી રહી છે. જામનગર જિલ્લા રમત વિકાસ અધિકારી રમાબેન મુંગરા દ્વારા આ રાજ્યકક્ષા લેવલની સિલેકશન પ્રક્રિયાનું આયોજન કરાયું છે. જેમાં વિવિધ શાળાઓમાંથી ક્રિકેટરો ઉપસ્થિત રહ્યા હતાં. અંડર 14,17,19 ભાઇઓ અને બહેનોમાં આજે અંડર 17 અને 19નું સિલેકશન પ્રક્રિયા ચાલી રહી હતી. આ સિલેકશન પ્રક્રિયા દરમિયાન અંદાજિત 100થી 120 જેટલા બાળકો ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે સિલેકટર તરીકે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના ક્રિકેટ કોચ રિનાબા ઝાલા, પૂર્વ રણજી ખેલાડી કે.સી. મહેતા, જયપાલસિંહ જાડેજા, બાલકૃષ્ણ જાડેજા, સત્યસાઇ સ્કૂલના વ્યાયામ ટીચર સુનિલ બારા વગેરે દ્વારા બે દિવસથી સિલેકશન પ્રક્રિયા યોજાઇ રહી છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular