Wednesday, February 21, 2024
Homeરાજ્યVideo : ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં અજગરનું સફળ રેસ્ક્યું

Video : ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં અજગરનું સફળ રેસ્ક્યું

- Advertisement -

ખંભાળિયા નજીકના બારા ગામ વિસ્તારમાં આવેલા ડેમ નજીક સિન્થેટિક જાળીમાં ફસાયેલા અજગરને એનિમલ કેર ચેરીટેબલના સેવાભાવી કાર્યકરોએ સફળતાપૂર્વક બચાવીને મુક્ત કરાવ્યો હતો.

- Advertisement -


ખંભાળિયા તાલુકાના ચારબારા ગામ નજીક આવેલા ઢાંઢાવાળી ડેમ પાસે એક વિશાળ અજગર કોઈ કારણોસર ફિશિંગ પ્રકારની નેટમાં ફસાઈ ગયો હતો. આટલું જ નહીં, ઝાડીમાં ફસાયેલો આ અજગર નજીકના એક ઝાડ સાથે પણ અટવાઈ ગયો હતો. આ અંગેની જાણ સ્થાનિક રહીશો દ્વારા જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરોને કરવામાં આવતા સંસ્થાના કુંજન શુક્લા, લાલભા જાડેજા, કિરીટસિંહ જાડેજા, અમરસિંહ, ભગવાનજી, શક્તિસિંહ સહિતના કાર્યકરો આ સ્થળે દોડી ગયા હતા અને કુનેહપૂર્વક નેટમાં ફસાયેલા આ વિશાળ અજગરને નેટમાંથી આ નેટ કાપીને મુક્તિ અપાવીને પુન: પ્રકૃતિના ખોળે છોડી મૂકવામાં સફળતા મેળવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular