Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લાના 6 કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તથા 6 હેડ કોન્સ્ટેબલને એએસઆઇ તરીકે...

જામનગર જિલ્લાના 6 કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તથા 6 હેડ કોન્સ્ટેબલને એએસઆઇ તરીકે બઢતી

- Advertisement -

જામનગર જિલ્લા પોલીસમાં ફરજ બજાવતાં 6 પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે તથા 6 હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઇ.તરીકે બઢતી આપવામાં આવતા દિવાળીની ખુશી બમણી થઇ હતી. પોલીસ પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો.

- Advertisement -

જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા દિવાળીના પાવન પ્રસંગે પોલીસ કર્મચારીઓને દિવાળીની ભેટ આપતા બઢતીનાઓર્ડર કરવામાં આવતા પોલીસ કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો. જિલ્લામાં 6 પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી હતી. જેમાં મેઘપર પોલીસ સ્ટેશનના ભરતસિંહ ઝાલા, કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના નરેન્દ્રસિંહ જાડેજા, સીટી બીના બાબુભાઇ ચારેલ તથા રાજેશ જાડેજા, હિતેશભાઇ મકવાણા અને એલસીબીના ધર્મેન્દ્રસિંહ જાડેજાને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી અપાઇ હતી. આ ઉપરાંત છ હેડકોન્સ્ટેબલની એએસઆઇ તરીકે બઢતી આપવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular