Wednesday, June 19, 2024
Homeરાજ્યજામનગરજામનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે 1200 વાનગીઓનો અન્નકોટ

જામનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે 1200 વાનગીઓનો અન્નકોટ

- Advertisement -

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના દશાબ્દિ વર્ષે તેમજ નૂતનવર્ષના પાવન પ્રસંગે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જામનગરના વિવિધ કાર્યક્રમો થયા હતા. જેમાં દિપોત્સવીના દિવસે ચોપડા પૂજનની સાથે નૂતનવર્ષના દિવસે સવારે 7-30 કલાકે શણગાર આરતી તેમજ નીલકંઠવર્ણી પૂજનની સાથે નૂતનવર્ષના દિવસે સવારે 7-30 કલાકે શણગાર આરતી તેમજ નીલકંઠવર્ણી મહારાજનો અભિષેક થયો, હતો. સવારે 9-30 થી 11 સ્નેહલિમન સભા યોજાઇ હતી. જેમાં વિડીયો દ્વારા પરમપૂજય મહંતસ્વામી મહારાજના આશીર્વાદનો લાભ સૌ ને પ્રાપ્ત થયો હતો. સભા બાદ ભગવાન સ્વામિનારાયણ અક્ષરપુરૂષોત્તમ મહારાજ, રાધાકૃષ્ણ ભગવાન, રામ પંચાયતન, શિવપંચાયતન તેમજ ગુરૂપરંપરા સમક્ષ 1200 વાનગીઓનો અન્નકૂટ ગોઠવવામાં આવ્યો હતો. થાળગાન બાદ સંતોએ તેમજ જામનગરના ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), જેસાભાઇ કંડોરિયા, જયેશભાઇ ગજજર, વાઇસ પ્રેસીડેન્ટએ ગોવર્ધન પૂજા તેમજ આરતી કરી હતી. બપોરના 12 કલાકથી સાંજના 7 સુધીમાં અંદાજે વીસ હજારથી વધુ ભકતોએ અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. 1100 થીવધુ સ્વયંસેવકોની સેવા ભકિતથી સમગ્ર ઉત્સવ સર્વાંગ રીતે ઉજવાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular