Friday, April 19, 2024
Homeરાજ્યગુજરાતમાહિતી નિયામકની વિવિધ સંવર્ગ માટેની પ્રિલિમિનરી પરીક્ષા મોકૂફ

માહિતી નિયામકની વિવિધ સંવર્ગ માટેની પ્રિલિમિનરી પરીક્ષા મોકૂફ

- Advertisement -

રાજ્યમાં કોરોના સંક્રમણ વધવાના કારણે રાજ્ય સરકાર એક પછી એક ધડાધડ નિર્ણયો લઈ રહ્યું છે. ત્યારે એપ્રિલ મહિનામાં લેવાનારી તમામ પરીક્ષા મોકૂફ રાખી દેવામાં આવી છે. માહિતી નિયામક (માહિતી ખાતું)ની પરીક્ષા પણ બંધ રખાઈ છે. કોરોના સંક્રમણના કારણે આ નિર્ણય લેવાયો છે.માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક (વર્ગ-1), સહાયક માહિતી નિયામક (વર્ગ-2) તથા સિનિયર સબ-એડિટર(વર્ગ-3) તથા માહિતી મદદનીશ (વર્ગ-3) – એમ વિવિધ સંવર્ગની ભરતી સંબંધિત ઓજસ પર પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાતો અનુક્રમે 2/20-21 અને 1/20-21, તારીખ: 22/01/2021ના રોજ બહાર પાડવામાં આવી હતી.

- Advertisement -

ઉક્ત વિવિધ સંવર્ગ માટેની પ્રિલિમિનરી પરીક્ષા તા.10 એપ્રિલ, 2021ના રોજ યોજાનાર હતી પરંતુ કોવિડ-19ના વધી રહેલા સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લેતા સાવચેતીના ભાગરૂપે આ પ્રિલિમિનરી પરીક્ષાઓ અન્ય સૂચના પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવે છે.આ પરીક્ષાની નવી તારીખ અંગેની વિગતો માટે ઓજસ અથવા તો વેબસાઈટ www.gujaratinformation.gujarat.gov.in જોતા રહેવાની ઉમેદવારોને ભલામણ કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular