Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર અને જિલ્લાના વિસ્તારોમાં દારૂ અંગે પોલીસના દરોડા

જામનગર શહેર અને જિલ્લાના વિસ્તારોમાં દારૂ અંગે પોલીસના દરોડા

- Advertisement -

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર મોરકંડા ગામના પાટીયા પાસેથી પસાર થતા વીજયસિંહ દિલુભા ચુડાસમા નામના શખ્સને પંચકોશી બી ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.1000 ની કિંમતની દારૂની બે બોટલ મળી આવતા પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો જામનગરના કેતન પાડલિયા દ્વારા સપ્લાય કર્યો હોવાની કેફિયતના આધારે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુર ગામમાં રામવાડી પાછળ આવેલા રીંગરોડ પરથી પસાર થતી જીજે-13-એડબલ્યુ-0523 નંબરની કારને સ્થાનિક પોલીસે આંતરીને તલાસી લેતા તેમાં બેસેલા કૌશિક વાલજી વાઘેલા નામના શખ્સ પાસે 300 એમ.એલ. દારૂ ભરેલી બોટલ મળી આવતા પોલીસે કૌશિક વાઘેલાની ધરપકડ કરી તેની પાસે રહેલી દોઢ લાખની કિંમતની કાર મળી કુલ રૂા.1,50,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના સુભાષપાર્ક વિસ્તારમાંથી પસાર થતા મયુર કાના કેસરીયા નામના શખ્સને સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.1000 ની કિંમતની દારૂની બે બોટલ મળી આવતા ધરપકડ કરી હતી. જામનગરના ભીમવાસ શેરી નં.1 માંથી પસાર થતા મનિષ ધરમશી ગોહિલ નામના શખ્સને સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા રૂા.500 ની કિંમતની દારૂની એક બોટલ મળી આવતા ધરપકડ કરી હતી. જામનગર તાલુકાના દરેડ ગામમાં ગૌશાળા સર્કલ પાસેથી પસાર થતા વિનોદગીરી ઈશ્ર્વરગીરી ગોસ્વામીને પંચકોશી બી ડીવીઝન સ્ટાફે આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.1000 ની કિંમતની દારૂની બે બોટલ મળી આવતા અટકાયત કરી હતી.

- Advertisement -

જામનગર તાલુકાના દરેડ ગામમાં રાંદલ માતાજીના મંદિર નજીકથી પસાર થતા સુરેશ રમજીભાઈ આસુન્દ્રા નામના રીક્ષાચાલકની તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની દારૂની બોટલ મળી આવતા આગળની તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular