Saturday, October 12, 2024
Homeરાજ્યજામનગરજામનગર તાલુકાના મસીતિયામાં રમાતા જૂગાર સ્થળે પોલીસનો દરોડો

જામનગર તાલુકાના મસીતિયામાં રમાતા જૂગાર સ્થળે પોલીસનો દરોડો

- Advertisement -

જામનગર તાલુકાના મસીતિયા ગામમાં જૂની પંચાયત ઓફિસ સામે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની પો.કો. પોલાભાઈ ઓડેદરા, ભયપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઈ વી.જે. રાઠોડ, પીએસઆઈ સી.એમ. કાંટેલિયા, એએસઆઈ કે.પી. જાડેજા, એમ.એલ. જાડેજા, પો.કો. સુમિત શિયાળ, પોલાભાઈ ઓડેદરા, ભયપાલસિંહ જાડેજા, મેહુલભાઈ વિસાણી, જયદીપસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન ઈસ્માઇલ હાજી બ્લોચ, જગદીશ રસિક ભીંડી, ડાડુ જેસા ભાટુ, સુરેશ નારણ રાઠોડ, આરિફ હુશેન ખફી સહિતના પાંચ શખ્સોને રૂા.1,82,000 ની રોકડ રકમ, રૂા.27000 ની કિંમતના ચાર નંગ મોબાઇલ, રૂા. 4 લાખની કિંમતની કાર સહિત કુલ રૂા.6,09,000 ના મુદ્દામાલ સાથે તથા દરેડ ગામમાં મુરલીધર પાર્ક-3 માંથી જૂગાર રમતા જેઠા નાગશી મોવાણી, ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ ચુડાસમા, રેવતુભા માનસંગ જાડેજા અને બે મહિલા સહિત પાંચ શખસોને પંચકોશી બી પોલીસ સ્ટાફે રૂા.17,580 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

લાલપુર તાલુકાના અપિયા ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા દેવશી દેવરખી ગાગલિયા, દેવશી વીરા ગાગિયા, અરજણ નાથા નંદાણિયા, અશ્ર્વિન ગોવા નંદાણિયા, રમેશ દેવાયત જોગલ, દેશા ખોડા ખોરાસિયા, વેજા વરવા નંદાણિયા સહિતના સાત શખ્સોને લાલપુર પોલીસે રૂા.90000 ની રોકડ રકમ અને છ હજારની કિંમતના ત્રણ મોબાઇલ મળી કુલ રૂા.96000 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

જામનગર શહેરના ગુલાબનગર સત્યસાંઈનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં તીનપતિનો જૂગાર રમતા આઠ મહિલાઓને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.52,800 ની રોકડ રકમ અને 80 હજારની કિંમતના 6 નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂા.1,32,800 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

જામનગર શહેરના યાદવનગર ભીડાવાળીમાં રહેતાં નાથા દેવા સોલંકીના મકાનમાંથી નાથા સોલંકી, નારણ ડાડુ નંદાણિયા, મંગા લખમણ નંદાણિયા, સોમા અરશી વસરા, રવજી બાલા જાંબુસા નામના પાંચ શખ્સોને સિટી સી ડિવિઝન પોલીસે રૂા.27,290 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં તેમજ યાદવનગર વિસ્તારમાં જાહેરમાં જૂગાર રમતા કલ્પેશ નાથા સોલંકી, વિજય મારખી કરમુર, દિલીપ ભોજા કરમુર અને દિનેશ ચંદુ ગોહિલ નામના ચાર શખ્સોને રૂા.20180 ની રોકડ રકમ અને ગંજીપના સાથે તથા જામનગરના ન્યુ ઈન્દિરા કોલોની પાછળ જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા નોંધા લખમણ ધ્રાગુ, મેરુ સામત આંબલિયા, નારણ પાલા ચાવડા, ભીમા રાજશી બેડિયાવદરા, હરપાલસિંહ અજીતસિંહ જાડેજા નામના પાંચ શખ્સોને રૂા. 10,280 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં તેમજ જામનગરના ગણપતનગર વિસ્તારમાંથી જાહેરમાં જૂગાર રમતા નાથા દેવા ચાવડા, મેઘજી રામજી બોચીયા, પ્રકાશ વિજય પરમાર અને એક મહિલા સહિત ચાર શખ્સોને રૂા.2960 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

જામનગરના વાયુનગર શેરી નંબર 3 માં રહેતાં શખ્સના મકાનમાંથી સિટી સ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન મકાન માલિક કિશોર શંભુ પુરબીયા, નરેશ કાનસીંગ પરમાર, નવીન જીવા રાઠોડ, મયુર છગન ભીલ, સંતોષ મોહન વાજરકા, દિપક વેલજી વાજરકા, અતુલ બાબુ મકવાણા, મૂસ્તાક હબીબ ખફી સહિતના આઠ શખ્સોને સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.20,710 ની રોકડ રકમ અને ત્રણ બાઈક તથા એક રીક્ષા સહિત કુલ રૂા.1,60,000 ના વાહનો સહિત કુલ રૂા.1,80,710 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

જામનગર તાલુકાના હાપા ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા પાંચ મહિલાઓને પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રૂા.4640 ની રોકડ રકમ અને ગંજીપના સાથે તથા હાપામાંથી જયપાલ જયેશ ચાવડા અને પાંચ મહિલા સહિત છ શખ્સોને રૂા.4630 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જોડિયા ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા દિનેશ પરશોતમ ધામેચા, વિનોદ મોહન ધામેચા નામના બે શખ્સોને રૂા.2930 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

લાલપુર તાલુકાના ખીરસરા ગામમાંથી જૂગાર રમતા સલીમ અબ્બાસ જરવાત, ચુનીલાલ પરબત સોનગરા, અમજત સમસુર જરવાત, મેઘજી પરબત સોનગરા, ભરત ચુનીલાલ સોનગરા, મગન પાંચા સોનગરા, વેજા કચરા કેશવાલા, જેરામ રામા સોનગરા, કાંતિલાલ પ્રેમજી સોનગરા, અબ્દુલ સકર જરવાત નામના 10 શખ્સોને લાલપુર પોલીસે રૂા.26600 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામનગર શહેરમાં ગોકુલનગર સાંઢીયા પુલ પાસેના માધવબાગ-1 માંથી જૂગાર રમતા ખેરાજ રાણા માતંગ, અમરશી કમા પરમાર અને ત્રણ મહિલા સહિત પાંચ શખ્સોને સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રૂા.10500 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામજોધપુર તાલુકાના મહિકી ગામથી પાટણ તરફના વાડી વિસ્તારમાંથી જૂગાર રમતા કલ્પેશ મગન કુડેચા, જેસીંગ ચકા કુડેચા, રોહિત ભના કુડેચા, મુળજી ચકા કુડેચા, પોલા છગન ગાંગલિયા, રમેશ ચોથા કુડેચા, રાહુલ ત્રિભુવન ગાંગલિયા નામના સાત શખ્સોને જામજોધપુર પોલીસે રૂા.14150 ની રોકડ રકમ અને ગંજીપના સાથે તથા જામજોધપુર તાલુકાના મેવાસા આંબરડી ગામમાંથી જૂગાર રમતા કુલદિપ ભરત પાટડિયા, અર્જુન ભીખા રાઠોડ, સુરેશ વીરજી મેથાણીયા, ભરત જીવા પાટડિયા, જેન્તી પુના કુડેચા, મોલભાઈ લાલા ચૌહાણ નામના છ શખ્સોને રૂા. 10,230 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાંથી જૂગાર રમતા મુકેશ ધીરુ વાઘેલા, કલ્પેશ રમેશ માલાણી, રમેશ ધીરુ સીતાપરા, રાહુલ નાનજી પાટડિયા, આરીફ રફિક બ્લોચ, રફિક વલીમામદ નોયડા નામના છ શખ્સોને રૂા.10,300 ની રોકડ રકમ અને ગંજીપના સાથે સિટી સી ડીવીઝન પોલીસે ઝડપી લીધા હતાં.

જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામમાંથી જૂગાર રમતા સંજય અરશી ચોચા, હરેશ જયસુખ ત્રિવેદી, વિનોદ મેસુર છૈયા, પાલા ધરણાંત ભેડેરા, હેમત નાગદાન ચાવડા, અરશી જીવા સુવા નામના છ શખ્સોને પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.37810 ની રોકડ રકમ, રૂા.30000 ની કિંમતના છ નંગ મોબાઇલ અને રૂા.75,000 ની કિંમતની ત્રણ બાઈક મળી કુલ રૂા.1,42,810 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. લાલપુર તાલુકાના આરીખાણા ગામમાંથી જૂગાર રમતા મહેશ રામા ચાંગેચા, અનિલ મગન સીતાપરા, સવજી રાણા દાફડા, જયેશ પાલા એરંડિયા, વિશાલ વિનુ પાટડિયા નામના પાંચ શખ્સોને રૂા.11,300 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર જાહેરમાં જૂગાર રમતા આઠ મહિલાઓને સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રૂા.12,570 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular