જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં આવેલા નવા આવાસના રહેણાંક મકાનમાં ચાલતા ઘોડીપાસાના જુગાર સ્થળે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન રૂા. 2,11,000ના મુદ્દામાલ સાથે 22 શખ્સોને ઝડપી લઇ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.
જુગારના દરોડાની વિગત મુજબ જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં નવા આવાસના રહેણાંક મકાનમાં ચાલતા જુગાર અંગે પો.કો. કિશોરભાઇ ભુટાભાઇ ગાગિયા, હે.કો. પ્રદીપસિંહ ટેમુભા જાડેજાને મળેલી સંયુકત બાતમીના આધારે પીઆઈ વી. એમ. ડોડિયા, એએસઆઇ નરેન્દ્રસિંહ ઝાલા, મહિપાલસિંહ જાડેજા, હે.કો. પ્રદીપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, વિજયભાઇ કાનાણી, વિપુલભાઇ સોનગરા, હરપાલસિંહ પરમાર, મહેશભાઇ મોરી, સુનિલભાઇ ડેર, યોગેન્દ્રસિંહ સોઢા, શૈલેષભાઇ ઠાકરિયા, હિતેશભાઇ સાગઠિયા, પો.કો. ઋષિરાજસિંહ જાડેજા, કિશોરભાઇ ગાગિયા, રાજેન્દ્રસિંહ ડોડિયા, દિવ્યરાજસિંહ જાડેજા, હરપાલસિંહ પરમાર, વિક્રમસિંહ જાડેજા, સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.
રેઇડ દરમ્યાન પોલીસે નવા આવાસ, વિંગ ‘એ’, રૂમ નંબર 008માંથી અનવર વલીમામદ ગોધાવિયા, મહેબૂબ સત્તાર ચુડાસમા, અબ્દુલ વલીમામદ ગોધાવિયા, જાકીરહુશેન ગોધાવિયા, રફિક યુનુસ ગોધાવિયા, આરીફ યુનુસ ગોધાવિયા, તોસીફ ગફાર પીઠડિયા, સત્તાર અલ્લારખા આંબલિયા, જાવિદ જુસબ આંબલિયા, સકીલ ઇકબાલ આંબલિયા, જાહિદ ઉંમર ગોધાવિયા, અવેશ ફારૂક ઓડિયા, અનિશ ઇકબાલ આંબલિયા, સમીર યુસુફ રિંગણિયા, સાજિદ યુનુસ ગોધાવિયા, મોહસીન અલી શેખ, મોઇનુદ્ીન હુસેન આંબલિયા, ઇકબાલ ઉમર ગોધાવિયા, અદનાન રફિક ઓડિયા, મહેબૂબ હનિફ ડાકોરા, અલ્તાફ સત્તાર આંબલિયા, નદીમ વલીમામદ આંબલિયા નામના 22 શખ્સોને રૂા. 87,500ની રોકડ રકમ, બે નંગ ઘોડીપાસા, રૂા. 1,23,500ની કિંમતના 20 મોબાઇલ ફોન મળી કુલ રૂા. 2,11,00ના મુદામાલ સાથે ઝડપી લઇ જુગારધારા હેઠળ કાર્યવાહી આદરી હતી.


