Wednesday, April 15, 2026
Homeરાજ્યજામનગરકારખાનામાં થયેલી ચોરીમાં પોલીસે ચંડાળ ચોકડીને દબોચી લીધી

કારખાનામાં થયેલી ચોરીમાં પોલીસે ચંડાળ ચોકડીને દબોચી લીધી

પીત્તળ અને કોપરના ભંગારની ચોરી : પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ દ્વારા ચોરીનો ભેદ ઉકેલાયો : રૂા. 3 લાખનો મુદામાલ કબ્જે

જામનગર તાલુકાના ધુંવાવ નજીક આવેલા કારખાનામાંથી થયેલી ચોરીના બનાવમાં પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફએ રૂા. 3 લાખના મુદામાલ સાથે ચાર તસ્કરોને દબોચી લીધા હતા.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર માનસી હોટલ પાછળ આવેલા ખોડિયાર પ્લાસ્ટીક નામના કારખાનામાંથી થયેલી ચોરીના બનાવમાં સંડોવાયેલા તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસ હાથ ધરતાં એએસઆઇ નિર્મળસિંહ બી. જાડેજા, હે.કો. ચેતનભાઇ ઘાઘરેટિયા, પો.કો. હરદેવસિંહ ઝાલા, કમલેશભાઇ ખીમાણીયાને મળેલી બાતમીના આધારે સીસીટીવી ફૂટેજ તપાસી પીઆઇ એમ. એન. શેખ, પીએસઆઇ એ. આર. પરમાર, એએસઆઇ નિર્મળસિંહ બી. જાડેજા, હે.કો. ચેતનભાઇ ઘાઘરેટિયા, પો.કો. હરદેવસિંહ ઝાલા, કમલેશભાઇ ખીમાણિયા સહિતના સ્ટાફએ વોચ ગોઠવી હતી.

વોચ દરમ્યાન ધુંવાવ ગામ નજીક આવેલી નદીના કાંઠે બાવળની ઝાડીમાં ચોરાઉ મુદામાલ હેરાફેરી કરાતા સ્થળેથી ધીરુ બહાદૂર સોલંકી, આયધન બચુ વાઘેલા, પ્રેમજી રાયધન વાઘેલા, પ્રવીણ ઉર્ફે કરીમ ગોવિંદ વાઘેલા નામના ચાર શખ્સોને દબોચી લઇ તેમની પાસેથી રૂા. 50 હજારની કિંમતનો 60 કિલો પીત્તળનો ભંગાર, રૂા. 14 હજારની કિંમતનો કોપરનો 20 કિલો ભંગાર, રૂા. 20 હજારની કિંમતના કોમ્પ્યુટર અને પ્રિન્ટર, રૂા. 60 હજારની કિંમતની જીજે1 સીવાય 6229 નંબરની બાઇક, રૂા. 50 હજારની કિંમતનું જીજે11 એક્યુ 5720 નંબરનું બાઇક તથા રૂા. 70 હજારની કિંમતનું જીજે10 ઇકે 0109 અને રૂા. 40 હજારની કિંમતનું જીજે10 ઇએ 7674 નંબરના બાઇક મળી કુલ રૂા. 3,07,300ના મુદામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં આ ચોરાઉ મુદામાલ ખોડિયાર પ્લાસ્ટીક નામના કારખાનામાંથી ચોરી કર્યો હોવાની કેફિયત આપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular