Monday, December 2, 2024
Homeરાજ્યજામનગરકારચાલકે અચાનક બ્રેક મારતા બુલેટ અથડાતા અકસ્માતમાં એકનું મોત

કારચાલકે અચાનક બ્રેક મારતા બુલેટ અથડાતા અકસ્માતમાં એકનું મોત

- Advertisement -

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ નાઘેડી પાટીયા નજીકથી પસાર થતી કારે એકાએક બ્રેક મારતા પાછળથી આવતુ બુલેટ મોટરસાઈકલ કાર સાથે અથડાતા અકસ્માતમાં બુલેટમાં બેસેલા યુવાનને ગંભીર ઈજા પહોંચતા અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, મોટી ખાવડી ગામમાં રહેતા રણજીતસિંહ ચનુભા જાડેજા તેના જીજે-10-ડીડી-1123 નંબરના બુલેટ મોટરસાઈકલ પર નટુભા સાથે ગત તા. 30 ના રોજ બપોરના સમયે મોટી ખાવડી તરફ જતા હતાં તે દરમિયાન નાઘેડી પાટીયા પાસે પહોંચ્યા ત્યારે બુલેટને ઓવરટેક કરી આગળ જતી જીજે-10-સીજી-7162 નંબરની કારના ચાલકે એકાએક બ્રેક મારતા પાછળથી આવતુ બુલેટ કાર સાથે અથડાતા અકસ્માતમાં રણજીતસિંહ અને નટુભાને ઈજા પહોંચી હતી. બાદમાં બન્ને ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં નટુભાની તબિયત વધુ લથડતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગેની રણજીતસિંહ દ્વારા કરાયેલી જાણના આધારે પીએસઆઈ જે.ડી. પરમાર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular