Friday, March 21, 2025
Homeરાષ્ટ્રીયઆવતીકાલે રાષ્ટ્રીય વિરોધ દિન

આવતીકાલે રાષ્ટ્રીય વિરોધ દિન

દેશના ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોયીઝ એસોસિએશન દ્વારા એલાન કરવામાં આવ્યું છે કે, આવતીકાલે ત્રીજી ફેબ્રુઆરીના દિવસે રાષ્ટ્રીય વિરોધ દિન મનાવવામાં આવશે. વિવિધ માંગણીઓના અનુસંધાને જુદાં-જુદાં કાર્યક્રમો આપવામાં આવશે.

- Advertisement -

એસોસિએશન દ્વારા ગુજરાતભરના મીડિયાગૃહોને પ્રચાર અને પ્રસાર અર્થે જણાવવામાં આવ્યું છે કે,કેન્દ્ર સરકાર લેબરકોડ અને ઇલેકટ્રિસીટી બીલ પડતું મૂકે. આ ઉપરાંત ખાનગીકરણનો વિરોધ કરવામાં આવ્યો છે. આ સાથે એવી પણ માંગણી કરવામાં આવી છે કે, પ્રત્યેક ગરીબ કામદારને નિશ્ર્ચિત આવક તથા ખાદ્યાન્ન સહાય આપવી જોઇએ. આ ઉપરાંત તાજેતરના બજેટના જે જન વિરોધી નિતીઓ દર્શાવવામાં આવી છે. તેના વિરોધમાં આવતીકાલે રાષ્ટ્રીય વિરોધ દિન ઉજવવામાં આવશે.

એસો.એ એવું જાહેર કર્યુ છે કે, દેશભરમાં વ્યાપક દેખાવો કરવામાં આવશે અને આ દેખાવો કામના સ્થળો અને ઔદ્યોગિક વિસ્તારોમાં પણ યોજવામાં આવશે.આ ઉપરાંત સરકારના લેબરકોડની નકલોની હોળી કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular