Monday, August 10, 2026
Homeરાજ્યહાલારઓખામંડળનો બૂટલેગર ‘પાસા’ હેઠળ જેલહવાલે

ઓખામંડળનો બૂટલેગર ‘પાસા’ હેઠળ જેલહવાલે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂ, જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ કરતા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તેમજ તેમની ટીમ દ્વારા આવા ગુનેગારોના ગુનાહિત ઇતિહાસની માહિતી એકત્ર કરી, અને ઓખાના ભૂંગા વિસ્તારમાં રહેતા અને દારૂ અંગેની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હસમુખ ઉર્ફે કડો મહેન્દ્રભાઈ ઝાખરીયા સામે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.

- Advertisement -

આ પાસા દરખાસ્ત દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ એમ. તન્ના સમક્ષ મુકવામાં આવતા તેમણે હકારાત્મક અભિગમ અપનાવીને પાસા દરખાસ્તના અભ્યાસ, અવલોકન બાદ ઉપરોક્ત આરોપીની પાસા દરખાસ્ત મંજૂર કરી, અટકાયતી વોરંટ ઇસ્યુ કર્યું હતું. આ પછી એલસીબીની ટીમ દ્વારા આરોપીને રાઉન્ડ અપ કરી, તેને બનાસકાંઠાની પાલનપુર જિલ્લા જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યવાહી એલસીબીના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એચ.પી. જોશી, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એમ.આર. સવસેટા, એસ.વી. કાંબરિયા, નાયબ મામલતદાર નિલેશભાઈ કરમુર તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular