ધ્રોલ ગામમાં આવેલા લતીપુર રોડ પર ઘેટા-બકરા રાખવાના વાડામાંથી અજાણ્યા તસ્કરો રૂા.1.18 લાખની કિંમતના 14 ઘેટા-બકરા ચોકી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, ધ્રોલ ગામમાં લતીપુરમાં આવેલા દેવીપુજકવાસમાં રહેતા અને પશુપાલકનો વ્યવસાય કરતા રવિભાઈ વાઘેલા નામના યુવાનના ઘેટા-બકરા રાખવાના વાડામાંથી ગત તા.5 ના રાત્રિના સમયે 70 હજારની કિંમતના 9 ઘેટાબકરા અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતાં તેમજ બાજુમાં આવેલા દિનેશભાઈ વાઘેલાના વાડામાંથી રૂા.8000 ની કિંમતનો એક બોકડો પણ ચોરી કરી ગયા હતાં તથા બાજુમાં રહેલા મશરુભાઈ રાતડિયાના વાડામાંથી રૂા.40000 ની કિંમતની ચાર બકરીઓ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતાં આમ એક સાથે ત્રણ-તરણ વાડામાંથી રૂા.1,18,000 ની કિંમતના 14 ઘેટા-બકરા અને બોકડો ચોરી કરી ગયાની જાણના આધારે હેકો એચ બી સોઢીયા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.